શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર ” શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા મેં તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્યા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત * મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાંહતા તે દરમ્યાન હકીકત મળેલ કે એક સફેદ કલરની એકસ્ડવી ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મધ્યપ્રદેશ થી છોટાઉદેપુર તરફ આવી રહેલ છે તેવી બાતમી આધારે ઘેલવાટ ગામે નાકાબંધી કરી બાતમી મુજબની જે મહેન્દ્રા XUV ગાડી આવતા કોર્ડન કરી પકડી પાડી ગાડીમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા એકસ્ડવી ગાડીના ચાલક વિરૂધ્ધ છોટાઉદેપુર પો.સ્ટે.માં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો ન નોંધાવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


