ધર્મેન્દ્ર શર્મા , પોલીસ અધિક્ષક . છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્ડના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે વી.બી.એચ.કોઠીયા પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ગ્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.શાખા છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ છે – અનુંસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતની હરીકત આધારે છોટાઉદેપુર પો.સ્ટે,ના નવાપુરા વિસ્તારમાં રહેતા કોકીલાબેન ગણેશભાઇ તડવી નાઓના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી થરૂ સંતાડી રાખેલ છે. તેવી મળેલ હકીકત આધારે સંદરી – ના ઘરે રેઇડ કરતા તેઓના રહેણાંક મકાનમાંથી કુલ કિ.રૂ.૩૪,૫૭૪- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા પ્રોહીબીશન એકટ મુજબ છોટાઉદેપુર પો.સ્ટે.માં ગુની નોંધાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
