શ્રી એમ.એસ.ભરાડા, ઇન્ચા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયેશ્રીએચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુસંધાને ઇન્ચા. પો.ઇન્સ એચ એચ.રાઉલજીનાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે વાદરડા ઘાટી ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી પ્રોહીબીશન એકટ મુજબ બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


