ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પોડીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ.. જે અન્વયે વી.બી.એચ.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.શાખા છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને દ ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ઝોઝ પો.સ્ટે, વિસ્તારના કાકડકુંડ ગામેથી કિ.રૂ.૩૩,૯૯૨/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૯૧,૨૭૨/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ત્રણ મોટરસાયકલ સાથે પકડીપાડી પ્રોહીબીશન એકટ મુજબ ઝોઝ પો.સ્ટે.માં બે ગુનાઓ નોંધાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


