Gujarat

લોકો પોતાના મતાધિકાર ઉપયોગ કરીને લોકશાહીના સાચા અર્થમાં સિંહ બને- કલેક્ટર શ્રી રચિત રાજ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રચિત રાજે મતદાન જાગૃતિ માટે આગવો અભિગમ અપનાવ્યો છે. કલેક્ટરશ્રીએ જૂનાગઢ -ગિરની ઓળખ એવા સિંહને મતદાન જાગૃતિ સાથે સાંકળી ‘SINH’ને મોસ્કોટ તરીકે જાહેર કર્યો છે.

કલેક્ટરશ્રીએ ‘SINH’ની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ‘SINH’ એટલે spirited, intelligent, neutral અને honest waters. આમ, એક આ મોસ્કોટના માધ્યમી વિશિષ્ટ અર્થ મતદાતાઓ આત્મસાત કરશે.

કલેક્ટરશ્રીએ ગત ચૂંટણીના મતદાનના આંકડા આપતા જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાનું વર્ષ-૨૦૧૨માં ૬૭ ટકા અને ૨૦૧૭માં ૬૩ ટકા મતદાન નોંધાયું હતું. જે રાજ્યના સરેરાશ મતદાન કરતા ખૂબ ઓછું હતું. જેથી આ વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. તેના આધારે આ વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં ૮૨ ટકા મતદાન નોંધાય તેવો લક્ષ્યાંક નર્ધારીત કરવામાં આવ્યો છે.

જૂનાગઢ સંત-સાવજની ધરતી છે ત્યારે આ ઓળખને માધ્યમથી મહત્તમ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ, દરેક લોકો પોતાના મતાધિકાર ઉપયોગ કરીને લોકશાહીના સાચા અર્થમાં સિંહ બને તેમ કલેક્ટર શ્રી રચિત રાજે અનુરોધ કરતા જણાવ્યું હતું.

collector-sir-pc-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *