ગુજરાતમાં રોજગારી મોટો પ્રશ્ન છે ત્યારે યુવાનો ભરતીની જાહેરાત અને પ્રક્રિયા બાદ પણ નોકરીની રાહ જોતા હોય તેમ જણાય છે. ધોરાજીના સંકેત મકવાણા નામના યુવાને લોહીથી લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા બહાર પાડેલી ભરતી બાદ આજ સુધી નોકરી આપવામાં આવી નથી.
તાજેતરમા સંકેત મકવાણાએ રોજગારી, ભ્રષ્ટાચાર સહિતના નિરાકરણ કરવા માટે એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આજરોજ સાંકેત મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લોહીથી પત્ર લખી ભરતી મામલે રજૂઆત કરી છે. આ પત્રમાં લખ્યું છે કે, ઓજસ વેબસાઈટ Ojas મારફતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા તારીખ 07-04/2021 ના રોજ જિલ્લા અને તાલુકા કક્ષાની વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી. વેબસાઈટ મારફતે અરજીઓ પણ મંગાવી લેવાઈ હતી અને તારીખ 13-0-2021 ના રોજ આ ભરતી માટે પરીક્ષા પણ લેવાઈ હતી અને તેની આન્સર કી પણ જાહેર કરાઈ હતી.
ત્યારબાદ મેરીટ લીસ્ટ પણ જાહેર કરવામાં આવેલ હતું. અને 06-12-2021 ના રોજ પસંદગી પ્રક્રિયા પણ પુર્ણ કરી ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને ફાઈનલ ઈન્ટરવ્યું માટે પણ અમદાવાદ બોલાવ્યા હતા. બાદમાં પરિણામની જાહેરાત કરી અને પસંદગી કરવામાં આવી હતી. ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશ માટે જાહેરાત પણ ઓજસ વેબસાઈટ પર જણાવ્યું હતું. તારીખ 01-03-2022 ના રોજ ડોક્યુમેન્ટ ચકાસણી કોઈ કારણોસર રોક દેવામાં આવી હતી. વેબસાઈટ પર આ પ્રક્રિયાની રોકની પણ જાહેરાત કરવામાં આવી હતી.
લોહીથી આ ભરતી પ્રક્રિયા પુર્ણ કરવામાં આવે અને યુવાનોને રોજગાર મળે તેવી રજૂઆત યુવાન સંકેત મકવાણા દ્વારા કરવામાં આવી છે. આ પત્ર લખી સંકેતે ગુજરાતના મુખ્યમંત્રીને અરજ કરી સાહેબશ્રી અમારા તરફથી કરવામાં આવેલ રજુઆતને ધ્યાને લઇ વહેલી તકે ભરતી પ્રક્રીયા પુર્ણ કરવામાં આવે તેવી વિનતી કરવામાં આવી છે
હરેશ ભાલીયા જેતપુર