Gujarat

વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના વંડા ટાઉન જેસર હાઇવે રોડ ઉપર એક ફોરવ્હીલ કારમાંથી ભારતીય બનાવટના પ્રરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ કુલ બોટલ નંગ-૧૯૨ કિં.રૂ.૮૨,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી વંડા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા જરૂરી સુચનો કરેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે જે ચૌધરી સાહેબ નાઓએ આ અંગે જરૂરી માર્ગદર્શન આપેલ હોય, આજરોજ તા.૧૭/૦૬/૨૦૨૨ ના સવારના વંડા પોલીસ સ્ટેશનના વંડા ટાઉન જેસર હાઇવે રોડ ઉપર અકસ્માત કરનાર ફોરવ્હીલ ચાલકની સફેદ કલરની સ્વીફટ કાર રજી. નં.GJ-14-E-7843 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ, કંપની રીંગપેક કુલ બોટલ નંગ-૧૯૨, કિં.રૂ.૮૨,૫૦૦/- તથા સ્વીફટ કાર રજી.નં.GJ-14-E-7843, કિં.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૩૨,૫૦૦/- ના મુદ્દામાલ પકડી પાડી અજાણ્યા ફોરવ્હીલ ચાલક સામે પ્રોહીધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*આરોપી નામ*
એક સફેદ કલરની સ્વીફટ કાર રજી. નં.GJ-14-E-7843 નો ચાલક
*પકડાયેલ મુદ્દામાલઃ*
ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કંપની રીંગપેક બોટલો જેમા (૧) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કાચની ૭૫૦ મી.લી. ની કુલ બોટલો નંગ-૧૦૮ કિં.રૂ.૪૦,૫૦૦/- તથા (૨) ઓલ સીઝનસ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હિસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કાચની ૭૫૦ મી.લી. ની જે કુલ બોટલો નંગ-૮૪ કિં.રૂ.૪૨,૦૦૦૪- મળી કુલ કિં.રૂ.૮૨,૫૦૦/- તથા સ્વીફટ કાર રજી.નં.GJ-14-E-7843, કિં.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૩૨,૫૦૦/ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG_20220618_125850.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *