Gujarat

વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા કાર્યક્રમ યોજાયો ગામના વિકાસના કામોના ખાતમુહૂર્ત સાથો સાથ સરકારની કલ્યાણકારી યોજનાનું વિતરણ કરાયું

વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનું બાળાઓ દ્વારા કુમ-કુમ તિલક કરી સ્વાગત કરાયું હતું અને મહાનુભાવોના હસ્તે ગામના વિકાસના કામોના ખાતમુહૂર્ત સાથો સાથ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.

વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા પધારતા તેનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા કરાયુ હતું. આ રથમાં રાજય સરકારની છેલ્લાં ૨૦ વર્ષની વિકાસ ગાથાની ફિલ્મો દેખાડાઇ હતી. જેમાં રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. તેમજ ધણફૂલિયા ગામે ૧૦૦ ચો.વા.પ્લોટ વિસ્તારમાં પેવીંગ બ્લોકનું કામ(કાંતિભાઇ કોળીના ઘરથી આંગણવાડી તરફ) તથા કોળી સમાજની બાજુમાં રેન બસેરાનું કામનું મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે બક્ષીપંચ મોરચાના ઉપાધ્યાક્ષ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ મેદપરા, તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઇ સુવાડિયા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

dhanfuliya1-vande-gujarat.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *