Gujarat

વંથલી થી જૂનાગઢનો ઉપરકોટ 16 કી.મી…પરંતુ ભવનાથમાં  મૂકવાનો બોર્ડ વંથલી માર્યો…..

વંથલી થી ઉપરકોટ માત્ર 1 કી.મી બતાવતા પ્રવાસીઓ ગેરમાર્ગે…..
પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.વંથલીમાં મૂકવામાં આવેલ સાઈન બોર્ડમાં ઉપરકોટ માત્ર 1 કી.મી બતાવવામાં આવ્યું છે.ખરેખર વંથલી થી જૂનાગઢનો ઉપરકોટ 16 કી.મી થાય છે.સંભવત ભવનાથમાં મૂકવાનો બોર્ડ વંથલી મારી દીધો હોય તેવું લાગી રહ્યું છે.
         ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે.જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.ત્યારે જૂનાગઢમાં આવતા પ્રવાસીઓને દિશા સૂચન માટે સાઈન બોર્ડ મુકવામાં આવ્યા છે.સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી નજીક સાઈન બોર્ડ મારવામાં આવ્યું છે.જેમાં શિવરાજપુર અને જૂનાગઢના ઉપરકોટના કિલાની દિશા દર્શાવવામાં આવી છે.અહી બોર્ડમાં શિવરાજપુર 221 કી.મી બતાવવામાં આવ્યું છે.જ્યારે ઉપરકોટ માત્ર 1 કી.મી બતાવવામાં આવ્યું છે.ખરેખર તો વંથલી થી જૂનાગઢનો ઉપરકોટ 16 કી.મી થાય છે.તંત્રના વાંકે પ્રવાસીઓ ગેરમાર્ગે દોરાયા છે.હવે તો તંત્ર પોતે કરેલો છબડકો વહેલી તકે સુધારે તે જરૂરી બન્યું છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG_20220516_175020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *