ધો.11માં એડમીશન સમયે વિદ્યાર્થીઓને કીધું હતું કે ધો.12માં બીજી સ્કૂલમાં પ્રવેશની વ્યવસ્થા તમારે કરવી પડશે – પ્રિન્સિપાલ
સરકાર નગરપાલિકા હાઈસ્કૂલ બંધ કરવાના મૂડમાં છે કે શું??
ગુજરાતભરમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે.ઠેર ઠેર જગ્યાઓએ કાર્યક્રમો થઈ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં અનેક સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ તો ક્યાંક સ્કૂલ બંધ થવાની આરે છે.ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જીવના જોખમે ખંઢેર થઈ ગયેલ સ્કૂલમાં પણ અભ્યાસ કરવા માટે મજબૂર છે.વાત કરીએ જૂનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલની કે જ્યાં વર્ષો થી ધો.9,10,11,12 એમ ચાર ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા આવ્યા છે.પરંતુ આ વર્ષે ધો.12 નો એક વર્ગ ઘટાડી દેવામાં આવતા ધો.12માં નવું એડમિશન તો નહિ જ પરંતુ ધોરણ 11 માં પાસ થયેલ વિદ્યાર્થીઓને ધો.12માં ભણવું પણ મુશ્કેલ બની ગયું છે.પ્રિન્સિપાલ સાહેબ દ્વારા અનેક વિદ્યાર્થીઓ ને રિઝલ્ટ સાથે સર્ટિ આપી દેવામાં આવતા હાલ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.સામાન્ય વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને હવે ભણવું તો ભણવું કેમ?શું સરકાર નગરપાલિકા હાઈસ્કૂલ વંથલી ધીરે ધીરે સંપૂર્ણ બંધ કરવાના મૂળ માં છે કે શું?? તેવા અનેક સવાલો વિદ્યાર્થીઓને અને વાલીઓને સતાવી રહ્યા છે.વધુમાં પત્રકાર દ્વારા નગરપાલિકા હાઇસ્કુલના પ્રિન્સિપાલ નો સંપર્ક કરતા એવું જણાવવામાં આવ્યું કે ધો.11 માં પ્રવેશ આપતા સમયે જ વિદ્યાર્થીઓ ને ધો.12 માં પોતાના એડમિશન ની વ્યવસ્થા બીજી સ્કૂલમાં કરી લેવી તો શું સામાન્ય વર્ગમાંથી આવતા અને ગરીબ પરિસ્થિતિમાં જીવતા બાળકોના ભણતરનું ભવિષ્ય શું??? આ બાબતે સરકાર અને જુનાગઢ શિક્ષણ અધિકારી કોઈ વિચાર કરશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે? હાલ તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રસ્તે રઝળતી રહ્યું છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી
