(જીગ્નેશ પટેલ દ્વારા)
વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી સતાધારી પક્ષ ના ઇશારે વહીવટી કામગીરીમાં કૉંગ્રેસ ના ચૂંટાયેલા સદસ્યો ને સાથ સહકાર કે સહયોગ આપતા ન હોવા અંગેની ફરિયાદ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ દ્વારા શહેરી વિકાસ સચિવ ગાંધીનગર ને ફરિયાદ કરતા ખડભડાટ મચી જવા પામેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે વંથલી નગરપાલિકાના કૉંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવી આ અધિકારી સામે ગંભીર આક્ષેપો કરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 47 તળે વંથલી નગરપાલિકા કચેરી માંથી આ અધિકારી ને બદલાવવા ઠરાવ કરાયો હોવા છતાં હજુ સુધી આ અધિકારી ની બદલી થવા પામેલ નથી જે ખેદ જનક હોવાનું જણાવી વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહે રજૂઆત કરતા જણાવ્યું હતું કે વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર કૉંગ્રેસ પક્ષ ના ચૂંટાયેલા સદસ્યોની રજૂઆત કે ફરિયાદ સાભળતા ન હોય કે કોઇપણ પ્રકારની સમસ્યાનો ઉકેલ લઈ આવતા ન હોય વહીવટી કામગીરી ઇરાદા પૂર્વક ખોરંભે પાડતા હોવા અંગે ની ફરિયાદ કરતા વંથલી પંથકમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર


