Gujarat

વંથલી નગરપાલિકામાં શાસક પક્ષ અને ચીફ ઓફિસર જ આમને સામને…..

આવનાર દિવસોમાં ખુદ શાસકપક્ષના સદસ્યો જ ચીફ ઓફિસર સામે ઉપવાસ આંદોલન કરવાના મૂડમાં….
        અવારનવાર વિવાદોના વંટોળમાં ઘેરાયેલી રહેતી વંથલી નગરપાલિકા માં હાલ કોંગ્રેસ પક્ષ સત્તામાં છે.પ્રમુખ તરીકે લીલાવતીબેન વામજા અને શાસક પક્ષના નેતા તરીકે સિરાજભાઈ વાજા છે.તો ખુદ શાસક પક્ષના જ તમામ સદસ્યો અને નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોષી હાલ તો આમને સામને જોવા મળી રહ્યા છે. વંથલી નગરપાલિકા ચીફ ઓફિસર મયુર જોશી કોંગ્રેસ શાસિત નગરપાલિકા હોવાને કારણે સ્થાનિક ભાજપને ઈશારે કામ કરતા હોય અને વિસ્તારમાં થતા વિકાસના કામોમાં વિલંબ કરતા હોય અને કોંગ્રેસ પક્ષના સદસ્યોને પોતાની ચેમ્બરમાં પ્રવેશવા અવારનવાર મનાઈ ફરમાવતા હોય તેવા ગંભીર આક્ષેપ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના તમામ સદસ્યો ઉપવાસ આંદોલન છેડી રહ્યા છે. સત્તાપક્ષ જ  ચીફ ઓફિસર ના વિરોધમાં જતા વંથલી વિસ્તારનું સ્થાનિક રાજકારણ ભારે ગરમાયું છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220919_174739.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *