Gujarat

વંથલી: બોડકા ગ્રામપંચાયતના તલાટીમંત્રી પર સતાદુરુપયોગ નાં ગંભીર આક્ષેપો લાગ્યા…..

ગ્રામજનોને અને પંચાયતના સદસ્યોને જાણ કર્યા વગર ગ્રામસભા બોલાવી હોવાના આક્ષેપ…..
વંથલી તાલુકાની બોડકા ગ્રામપંચાયત અવરનવાર વિવાદોના વંટોળમાં સંકળાયેલી રહેતી હોય છે.ત્યારે ફરી વખત બોડકા ગ્રામપંચાયત ના તલાટી મંત્રી અશોકભાઈ પરમાર વિરૂદ્ધ બોડકા ગ્રામજનોને જાણ કર્યા વગર અને ગ્રામપંચાયતના સદસ્યોને એજન્ડા બજાવ્યા વગર જ  ગત પંદર તારીખના રોજ ગ્રામસભા બોલાવી ચારથી પાંચ લોકોની હાજરીમાં જ પ્રોસિંડીગ લખેલ છે.તેવા ગંભીર આક્ષેપો લાગ્યા છે.આ બાબતને લઈને બોડકા ગ્રામજનો અને ગ્રામપંચાયતના સદસ્યો લાલઘુમ થયા છે.ત્યારે આ બાબત ને લઈ આજરોજ બોડકા ગ્રામપંચાયત સદસ્ય પ્રકાશ ચૌહાણ દ્વારા વંથલી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને તલાટી મંત્રી અશોક પરમાર મનસ્વી રીતે સતાનો દૂરઉપયોગ કરતા હોય તેની સામે કાયદાકીય અને ખાતાકીય પગલાં લેવા લેખીત ફરિયાદ કરવામાં આવી છે.હવે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ લેખીત ફરિયાદ ને ધ્યાને લઇ ખરી તપાસ કરી કોઈ પગલાં લેવામાં આવે છે.કે કેમ તે તો જોવું જ રહ્યું……
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *