એડવોકેટ સમાં બ્રધર્સ દ્વારા ઉલટ તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો……
વંથલી ના મહિલા અરજદારે વંથલી કોર્ટમાં ઉના ગામના રહેવાસી તેમના પતિ જાફાઈ શબ્બીર અબાહામદભાઈ વિરૂદ્ધ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ મુજબ વંથલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરેલ હતી.જેમાં કેસ ચાલતા જાફાઈ શબ્બીર અબાહામદભાઈ દ્વારા નામદાર કોર્ટે માં પોતાની આવકના પુરાવામાં ઇરાદાપૂર્વક ઓછી આવક દર્શાવવા દસ્તાવેજ સુધારા વધારા સાથે રજૂ કરેલ જે નામદાર કોર્ટમાં રજૂ કરેલ દસ્તાવેજ માં સુધારા વધારા ચાલુ જુબાની દરમિયાન અરજદારના એડવોકેટ સમાં બ્રધર્સ ના ધ્યાને આવતા નામદાર કોર્ટ માં રજૂ કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


