‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને ચાંચ ગામ ખાતે પ્રભાતફેરી અને યોગાસન સેશન યોજાયા હતા. પ્રાથમિક શાળાના બાળકો પ્રભાતફેરી અને યોગાસન સેશનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિકાસરથના આગમન પૂર્વે રાજુલા શહેરના લોકોમાં ઉત્સાહનો માહોલ હતો. અમરેલી શહેરીકક્ષા ઉપરાંત ગ્રામ્યકક્ષાએ પણ ‘વિકાસોત્સવ-૨૦’ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


