જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ૭ થી ૧૩ વર્ષના બાળકો બે વયજુથ ૭ થી ૧૦ વર્ષ “અ” વિભાગ તથા ૧૧ થી ૧૩ વર્ષના “બ” વિભાગમાં અને ૭ થી ૧૩ વર્ષના ખુલ્લા વિભાગમાં ભાગ લઇ શકશે. વકતૃત્વ, નિબંધ, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગીરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિયન, લોકગીત, ભજન, સમુહગીત અને લોકનૃત્ય સ્પર્ધાનો સમાવેશ થયેલ છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ શાળા મારફત ભાગ લેવાનો રહેશે. આ સ્પર્ધાના નિયત ફોર્મ જે તે પ્રાથમિક શાળા અથવા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અથવા ફેસ બુક આઈ.ડી. Dso junagadhcity પરથી મળી શકશે. વધુ માહિતી માટે અત્રેની કચેરીના સંપર્ક નં.૦૨૮૫ ૨૬૩૦૪૯૦ ઉપર સંપર્ક કરવો. આ સ્પર્ધા ના નિયત ફોર્મ તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં. ૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે એન્ટ્રી ફોર્મ રૂબરૂ પહોચાડવાના રહેશે.
