Gujarat

વડાપ્રધાન મોદીએ કમલમમાં ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી

અમદાવાદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ આજે બજેટની એક જ બેઠક હોય છે. જાેકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હોવાથી આજે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી ૧૬ માર્ચે બે બેઠક મળશે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે ૧૧ માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજાે અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી રોડ શો કરીને કમલમ પહોંચીને ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી. મોદીએ આગામી ચૂંટણીને લઈને તમામ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોના ક્લાસ લીધા હતાં. બીજી તરફ કમલમમાં ભાજપના તમામ નેતાઓ માસ્કમાં જાેવા મળ્યાં હતાં પરંતુ મોદી, પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માસ્ક વિના જાેવા મળ્યા હતાં.બેઠકમાં મોદીએ કહ્યુ કે, તમામ લોકોને એક સાથે ઘણા સમયે જાેવાનો મોકો મળ્યો છે. આ બેઠક પૂર્ણ કરીને તેઓ રાજભવન તરફ રવાના થયાં હતાં. મોદીના કાફલાને કારણે એપોલો સર્કલથી અગોરા મોલ સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે. બીજી તરફ બાળકો સ્કૂલેથી છુટી ગયાં છે અને તેમને લેવા જનાર વાલીઓ ટ્રાફિકમાં ફસાયાં છે. સ્કૂલમાંથી વાલીઓને કોલ આવી રહ્યાં છે કે તમારા બાળકોને લઈ જાઓ.પંચાયત મંત્રી બ્રિજેશ મિર્ઝા અગોરા મોલ પાસે ટ્રાફિકમાં અટવાઈ પડ્યાં હતાં. તેમને તાત્કાલિક પોલીસ બોલાવી ટ્રાફિક હળવો કરીને તેમની ગાડીને જગ્યા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભાજપના નેતા નરહરી અમીને કહ્યું હતું કે, વડાપ્રધાન બધાને મળવા માટે કમલમ આવ્યાં હતાં. કોઈ ચૂંટણી લક્ષી કાર્યક્રમ હતો જ નહીં. જ્યારે સાંસદ પૂનમ માડમે કહ્યું હતું કે કાર્યકરોને મળવું એ વડાપ્રધાન માટે એક લ્હાવો છે. ભાજપ ચૂંટણીલક્ષી બેઠક કરતી પાર્ટી નથી.આ બેઠક કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર થાય એ માટે છે. હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના ૧૦ નેતાઓ જ બેસશે. કમલમ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં છે.નીતિન પટેલ અને રૂપાણી સહિતના નેતાઓએ મોદીના ચરણોમાં ફૂલ અર્પણ કર્યાં હતાં. એરપોર્ટથી કમલમ સુધીનો ૯ કિ.મીનો રોડ શો દોઢ કલાકમાં પુરો થયો હતો. ભાટ ગામથી કમલમ સુધી રોડ શોની ઝડપ વધારવી પડી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડાપ્રધાનની સાથે ખુલ્લી જીપમાં રોડશોમાં ઉપસ્થિત રહ્યાં છે. એરપોર્ટથી લઈને કમલમ સુધી લાખો લોકોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું છે. ત્યારે કમલમમાં પણ ભાજપના નેતાઓ પહોંચી ગયાં છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પ્રદેશ બેઠક માટે પહોંચી ગયાં છે.પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પ્રવેશ મેળવી લીધો છે.દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને આપવામાં આવેલા ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત છે. આજે બેઠકમાં ભાગ લેવા આવેલા કેટલાક નેતાઓ ટેબ્લેટ ભૂલી જતાં તાત્કાલિક ઘરેથી મંગાવવા પડ્યા હતા.

Modi-in-Kamalam-Mla-Mp-Bethak.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *