Gujarat

વડાપ્રધાનના રોડ શોમાં કાળા ઝંડા બતાવે તે પહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

અમદાવાદ
અમદાવાદમાં વડાપ્રધાનનો રોડ શો પોલીસે આ રોડ શોમાં કોઈ પણ પ્રકારની ખામી ના રહી જાય તેવી તૈયારીઓ કરી લીધી છે. પંજાબમાં વડાપ્રધાનને થયેલ સુરક્ષાના મુદ્દાને ધ્યાને રાખીને પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી નાંખ્યો છે. ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનના રોડ શો દરમિયાન કાળા ઝંડા ફરકાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જાહેર થતાં જ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. ગુજરાત સરકાર રોજગારી આપી શકી નથી, મહિલાઓની સુરક્ષા જાેખમાઈ રહી છે, સરકાર અને પોલીસ ગુનાખોરી રોકવામાં નિષ્ફળ ગઈ છે. ત્યારે વડાપ્રધાન ગુજરાત આવવાના છે તો યુથ કોંગ્રેસના આગેવાનોએ રોડ શો દરમિયાન કાળા ઝંડા બતાવી તેમનો વિરોધ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પોલીસે યુથ કોંગ્રેસના નેતા ભાવેશ ગુર્જર અને અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરીને અમરાઈવાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.અગાઉ પંજાબમાં પીએમ મોદીનો કાર્યક્રમ હતો ત્યારે પના પ્રકારે રસ્તા પર પ્રદર્શનકારીઓ ઉતરી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો. ત્યારે અમદાવાદમાં પંજાબવાળી થાય તે પહેલાં જ પોલીસ સતર્ક થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *