ગાંધીનગર
વડોદરા ખાતે રૂ. ૨૧ હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે કુલ ૧ લાખ ૪૧ હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. રાજ્યમાં અત્યારસુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં ૩ લાખ ૭૨ હજાર ૮૬૫ આવાસોનું નિર્માણ કરાયું છે. જે પૈકી ૧૪ આદિવાસી જીલ્લાઓમાં જ સૌથી વધુ ૨.૯૩ હજાર આવાસોનું નિર્માણ કરાયું છે. કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૮મીએ ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે તેઓ ૧.૪૧ લાખ પરિવારોને ઘરનું ઘર મળે તે માટેનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કરશે. રાજયભરમાં ગ્રામીણ ક્ષેત્રોમાં ૧ લાખ આવાસોનું લોકાર્પણ તેમજ શહેરી ક્ષેત્રોમાં ૪૧ હજાર આવાસોમાંથી ૩૮,૦૭૧નું લોકાર્પણ અને ૨,૯૯૯ ઘરનું ઘરોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં ૩.૭૨ લાખ અને શહેરી વિસ્તારોમાં ૬.૨૪ લાખ આવાસોનું નિર્માણ કરાયું છે.
