છોટી કાશીની ધરતી પર પધારેલા ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે ઠેર-ઠેર હજારો માણસોની મેદની ઉમટી પડી હતી. અબાલ વૃદ્ધથી લઈને સર્વ સમાજનાં લોકો, પ્રતિનિધિઓ તેમજ આગેવાનો આ ભવ્યાતિભવ્ય રોડ શોમાં ઉમટી પડ્યા હતા.
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શાળાના બાળકો પૈકી કેન્દ્રીય વિદ્યાલય ધોરણ ૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નીપા વેદાંતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુંદર રંગચિત્ર બનાવીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેણીની સુંદર કૃતિથી પ્રભાવિત થઈ કૃતી વખાણી સ્વીકારતા નીપા ચિંતને હર્ષની લાગણી અનુભવી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
