Gujarat

વડાપ્રધાને મારુતિ સુઝુકીની ૪૦ વર્ષની ભાગીદારીની ઉજવણીમાં ભાગ લીધો

ગાંધીનગર
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મોદીએ ભારતમાં મારુતિ અને સુઝુકીની ૪૦ વર્ષની ભાગીદારીની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મોદીએ દેશમાં ઇલેક્ટ્રીક વ્હીકલના વધી રહેલા વ્યાપને ઑટોમોબાઇલ ક્ષેત્રે સૌથી મોટી સાઇલન્ટ ક્રાંતિ ગણાવી હતી. મોદીએ હાંસલપુર ખાતે રૂ.૭૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુઝુકીના ઇલેક્ટ્રીક વ્હિકલ બેટરી ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત તથા હરિયાણા ખારખોડા ખાતેના મારૂતિ સુઝુકીના વ્હિકલ મેન્યુફ્રેક્ચરિંગ ફેસિલિટી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે ભૂજમાં કચ્છના ૨૦૦૨ના ભૂકંપના સ્મારક સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું તથા કચ્છ યુનિવર્સિટીના મેદાનમાં ૪,૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લૉન્ચિંગ કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એક તબક્કે ગુજરાતને બદનામ કરવા માટે તથા રાજ્યમાં રોકાણને અટરાવવા માટેના કાવતરાં થયાં હતા છતાં પણ ગુજરાતે વિકાસનો નવો માર્ગ કંડારી બતાવ્યો છે. તેમણે એમપણ કહ્યું કે હું એ સ્પષ્ટપણે જાેઈ રહ્યો છું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત દેશોની હરોળમાં આવી જશે. આ પહેલા ભૂજમાં આગમન બાદ વડાપ્રધાને ત્રણ કિલોમીટરે ૩ કિમીના રોડ શોમાં ભાગ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાનને વધાવ્યા હતા. રોડ શો બાદ વડાપ્રધાને સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. એ પછી કચ્છ યુનિવર્સિટીના મેદાનમાં વડાપ્રધાન મોદીએ નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલ, ભૂજમાં સરહદ ડેરીના નવા ઑટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું તથા ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ડિઝસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. એ પછી અન્ય રાજ્યોએ ગુજરાતનું અનુકરણ કર્યું. કોરોનાની મહામારી વખતે આ જ એક્ટ સરકારોને મદદરૂપ બન્યો હતો. ૧૭૫ એકરમાં આકાર પામેલા સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરી વડાપ્રધાન, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો સાથે મેમોરિયલની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી. કચ્છમાં ભૂકંપ બાદ ૨ દાયકા દરમિયાન કચ્છ બેઠું થઈ પ્રગતિ કરી ગયું એમ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત પણ વિકસિત રાષ્ટ્ર બનશે. જાેકે, ૪૦ મિનિટના લાંબા ભાષણ દરમિયાન તેમણે વિપક્ષની ટિકા ટિપ્પણી કરવાને બદલે માત્ર વિકાસની વાતો કરી હતી. વડાપ્રધાને પૃથ્વીનું સર્જન અને તેની રચનાના તબક્કા, ભૂકંપ સહિતની કુદરતી આપદાઓના ઉદભવ અને અસરો, બચાવની પ્રયુક્તિઓ, આપદાઓ બાદ પુનનિર્માણ સહિતની બાબતોની સમજણ આપતી ગેલેરીઓનું નિરીક્ષણ કરીને પ્રદર્શિત માહિતી, મોડેલ્સ અને પ્રસ્તુતિઓ નિહાળી હતી. ભૂકંપ સંગ્રહાલયના સંસારની ઉત્પત્તિ અને ગતિની વિભાવના સમજાવતી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત, મોદીએ સ્મૃતિવનમાં નિર્માણાધીન પચાસ ચેકડેમ પૈકી ચેકડેમની મુલાકાત લીધી હતી. અહીંના વિવિધ ચેક્ડેમની દીવાલો પર નેમ પ્લેટમાં ભૂકંપમાં જીવ ગુમાવનાર સદગતના નામ સમાવિષ્ટ કરીને તેમની સ્મૃતિ અમર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ૩ લાખથી વધુ વૃક્ષો સહિત મિયાવાકી વન અને ૮.૨કિ.મી.નો પાથ-વે તેમજ ૩ એમીનીટીઝ બ્લોક, ૧૫ કિ.મી.નો ફોર્ટ વોલ, ૧ મેગાવોલ્ટના સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડની સુવિધાઓ પણ પ્રધાનમંત્રીએ લોકાર્પિત કરી હતી. આ અવસરે મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ કમલ દયાની, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અર્બન નક્સલોએ વર્ષો સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખ્યું હતું. અર્બન નકસલવાદીઓએ નર્મદા યોજનાનો વિરોધ કર્યો હતો, જેમાંથી એક મેઘા પાટકર પણ હતા. તેઓ કઈ પાર્ટી સાથે જાેડાયેલા છે અને કોણે અર્બન નક્સલવાદીઓને સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી એ આપણે સારી રીતે જાણીએ છીએ.પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોને ભ્રમિત કરી નક્સલવાદ લાવવાની એ લોકોની પ્રેરવી હતી. પરંતુ, ગુજરાતની શાણી અને સમજુ પ્રજા, કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસુબા ફાવવા દીધા નથી અને ફાવવા દેશે નહીં. વડાપ્રધાનના જળ આયોજનને કારણે કચ્છને નર્મદાના નીર મળ્યા છે. નહીંતર ગુજરાતના પશ્ચિમ છેડાથી ૭૫૦ કિ.મી. દૂર છેક છેવાડાના મોડકુબા સુધી નર્મદાનું પાણી લાવવું દુષ્કર હતું.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *