Gujarat

વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ

ડેપ્યુટી કલેક્ટર પુજાબેન જોટાણીયા ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રોગી કલ્યાણ સમિતિ ના સભ્યો અને ડોક્ટરો હાજર રહ્યા હતા જેમાં વડિયા ભાજપના કાર્યકર ચેતન દાફડા દ્વારા ડેપ્યુટી કલેક્ટર ને રજુઆત કરવામાં આવી હતી કે વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ધણા સમયથી સર્જન ની પોસ્ટ ખાલી છે તે ભરવામાટે આવે તો નાના મોટા ઓપરેશન માટે લોકોને બહારની હોસ્પિટલમાં જવું ના પડે ખાસ કરીને મહિલાઓને નસ બંધી રહોળી મહિલા ઓને કાન ના ટાંકા જેવા સામાન્ય ઓપરેશન પહેલા અહીયા જ થતા પરંતુ સર્જન ની ખાલી જગ્યા ને કારણે લોકોને દુર સુધી જવું પડે છે પહેલા સર્જન અઠવાડિયામાં બે દિવસ માટે વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા તે ફરી શરૂ કરવામાં આવે વધુમાં આંખની તપાસ માટે પણ ડોક્ટર આવતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તે પણ નથી આવતા જેથી આંખના દર્દી ને પણ દુર દુર સુધી બહાર જવું પડે છે માટે આંખના ડોકટર ને પણ રેગ્યુલર મુકવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી આ તકે ડેપ્યુટી કલેક્ટર પુજાબેન જોટાણીયા વડિયા મામલતદાર ડોડીયા, પ્રશાંત ભીંડી,વડિયા અધિક્ષક ડોક્ટર એમ સી ગજેરા,ડો વધાસીયા, ડોક્ટર નેહા રામદેવપુત્ર, પ્રિતી ચાવડા,જયેશભાઈ સાવલીયા તેમજ રોગી કલ્યાણ સમિતિ ના સભ્યો ગીરીશ ગજેરા, ઈન્દુબેન દાફડા રાધીકાબેન ગણાત્રા અને અમરેલી નાયબ કાર્યપાલક ઈજનેર સહીત હાજર રહ્યા હતા જ્યારે બિજી તરફ વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 બેડની કોવિડ હોસ્પિટલ નું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જેમા ખુદ ડેપ્યુટી કલેક્ટરે જાતે નિરીક્ષક કર્યું હતું અને જરૂરી જણાય તે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20220312-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *