વડોદરા
વડોદરા શહેર સહિત ગુજરાતમાં કોંગ્રેસ મૃતપ્રાય હાલતમાં છે. નવ નિયુક્ત બોડી દ્વારા કોંગ્રેસમાં પ્રાણ ફૂકવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા સંસ્થાઓ શરૂ કરવામાં આવી રહી છે. પૂર્વ કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલા મારો મિત્ર ફાઉન્ડેશન અંગે કોંગ્રેસની ઉપરવટ જઈ ચૂંટણીલક્ષી આંદોલન માટે જાગો વડોદરા અને અન્ય કેટલીક સંસ્થા શરૂ કરનાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવત અને વિરોધ પક્ષના નેતા અમી રાવત દ્વારા પ્રદેશ સમિતિ અને કોંગ્રેસના પ્રભારી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસમાં ચાલી રહેલી જૂથબંધી છતી થઇ છે. પૂર્વ પ્રમુખે મારો મિત્ર ફાઉન્ડેશનની રચના કરીને કોંગ્રેસ સહિતના તેમના મિત્ર મંડળ અને પાટીદાર સમાજના આગેવાનોને બોલાવી શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાં કોંગ્રેસના હાલના પ્રમુખ અને પાલિકાના વિરોધ પક્ષના નેતાને આ કાર્યક્રમમાં નહીં બોલાવતા વિવાદ સર્જાયો છે. વડોદરા શહેર કોંગ્રેસના પ્રશાંત પટેલ ઉર્ફે ટીકો બે ટર્મથી શહેર પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ તેઓના નેતૃત્વમાં કોર્પોરેશનની ચૂંટણી પણ હારી જતા તેઓએ રાજીનામું આપ્યું હતું. દરમિયાનમાં તેમની મુદત પૂરી થતાં સુધી શહેર પ્રમુખ તરીકે ચાલુ રહેવાનો ર્નિણય પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં નવા શહેર પ્રમુખની નિયુક્તિ થઈ હતી. મારો મિત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં પ્રસંગે કોંગ્રેસ પક્ષના પૂર્વ વિપક્ષના નેતા સહિત કોર્પોરેટરો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પ્રશાંત પટેલ ના પણ અંગત મિત્રો, પટેલ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જાેકે, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત અને હાલના વિપક્ષ નેતા અમી રાવતની આ કાર્યક્રમમાં બાદબાકી કરી દેવામાં આવી હતી. જેથી તેઓ એ નારાજ થઈને પ્રદેશ સમિતિના અગ્રણીઓ અને ગુજરાતના પ્રભારી સુધી રજૂઆતો કરી છે કે, પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા ફાઉન્ડેશનની રચના કરી કોંગ્રેસમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે એ જ રીતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેષીને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપતા તેમના ટેકેદારોમાં પણ રોષ વ્યાપ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. એક બાજુ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ પ્રમુખે આ સંસ્થા વિરુદ્ધ રજૂઆત કરી છે, ત્યારે મારો મિત્ર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના ટેકેદારોમાં પણ રોષ વ્યાપ્યો છે. ટ્રસ્ટીઓ અને કાર્યકરો જણાવી રહ્યા છે કે, નરેન્દ્ર રાવત, વિરોધ પક્ષના નેતા અમી રાવતે જાગો વડોદરા અને અન્ય કેટલીક સંસ્થાઓ શરૂ કરી કોંગ્રેસથી ઉપરવટ જઈ આંદોલનો કરતા રહ્યા હતા અને તેઓની સંસ્થા ચૂંટણીલક્ષી હતી અને તેઓ પણ અનેક વાર વિવાદમાં આવ્યા છે, ત્યારે અન્ય કોઈ કોંગ્રેસના આગેવાન સંસ્થા શરૂ કરે ક્યારે તેમને પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ દેખાય છે. આમ મારો મિત્ર ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના થવાના મુદ્દે કોંગ્રેસના આગેવાનોની જૂથબંધી ફરી એકવાર જાહેરમાં બહાર આવી છે અને મામલો છેક પ્રદેશ સમિતિ સુધી પહોંચ્યો છે.