Gujarat

વડોદરાના ગોત્રીમાંથી દારૂની મહેફિલમાં ૭ નબીરાઓ ઝડપાયા

વડોદરા
વડોદરાના ગોત્રી પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, દિવાળીપુરા કોર્ટ સામે આવેલ નિસર્ગ કોમ્પલેક્ષ ફ્લેટ નંબર સી-૯૦૧માં કેટલીક વ્યક્તિઓ ભેગી થઈ દારૂની મહેફિલ માણે છે. જેના આધારે પોલીસે દરોડો બાતમી મુજબના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા સાત વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને બ્રિથ એનેલાઇઝરથી ચેક કરતા આલ્કોહોલની માત્રા જણાઈ આવી ન હતી. કોઈ કેફી પીણું પીધું ન હતું. બેડરૂમમાં તપાસ કરતા ૦૧ દારૂની બોટલ મળી આવી હતી. જે બાબતે આરોપીઓએ સંતોષકારક જવાબ આપ્યો નથી.દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની ૦૧ બોટલ અને ૦૭ નંગ મોબાઇલ ફોન મળી કુલ ૧.૫૩ લાખની મત્તા કબજે કરી આરોપીઓની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ નિસર્ગ કોમ્પલેક્ષ ખાતે દારૂની મહેફિલ યોજાય તે અગાઉ ગોત્રી પોલીસે દરોડો પાડ્યો હતો. જેથી દારૂની બોટલ સાથે સાત નબીરાઓને ઝડપી પાડી રૂપિયા ૧.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *