Gujarat

વડોદરાના માંજલપુરમાંથી ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

વડોદરા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી વન ડે ક્રિકેટ મેચ પર ઓનલાઇન આઇડી પર પોતાના ગ્રાહકોને સટ્ટો રમાડી રહ્યો છે. જેને આધારે માંજલપુર ઇવા મોલ સામે આવેલા ખુલ્લા પાર્કિંગમાં દરોડો પાડતા જતીન મકવાણા કારમાં બેસી મોબાઇલમાં સટ્ટો રમાડતો ઝડપાઇ ગયો હતો. આરોપી જતીન પાસેથી બે મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં એક વેબસાઇટ દ્વારા તે ગ્રાહકોને ઓનલાઇન સટ્ટો રમાડતો હતો તેના આઇડીમાં ૫ લાખ ૨૫ હજારની લિમિટ હતી. પૂછપરછમાં જતીને જણાવ્યું હતું કે અમદાવાદના તેજશ નામના વ્યક્તિ પાસેથી તેણે આ આઇડી ખરીદ્યુ હતું. છ મહિનાથી તે આ આઇડીથી ઓનલાઇન સટ્ટો રમાડતો હતો. પહેલા તેની ક્રેડિટ લિમિટ એક લાખ હતી જે વધીને હવે દસ લાખ સુધી થઇ હતી. જતીન મકવાણાએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે તેજસ પાસેથી વડોદરામાં રહેતા તેના અન્ય ત્રણ મિત્રો નિવીદ શાહ (રહે. માંજલપુર, સચીન (દાંડિયા બજાર), દિપક ઉર્ફે મુન્નો મકોડી પટેલ (રહે, વાડી, વડોદરા)ને ઓનલાઇન સટ્ટા માટે આઇડી અપાવ્યા હતા. આ ત્રણેય તેજસ સાથે સીધા સટ્ટાની આપ-લે કરે છે અને હાર-જીત પેટે તેજસ તેમને દસ હજાર રૂપિયા પર એક ટકો કમિશન આપે છે સટોડિયો જતીન કારમાં બેસીને સટ્ટો રમતો હતો તેથી આ કાર પોલીસ જપ્ત કરી છે. પૂછપરછમાં જતીને આ કાર પોતાની હોવાનું જણાવ્યું હતું. જાે કે, આ કાર આરટીઓના નંબર પર તપાસ કરતા નૈનેશ વાઘેલા (રહે. વાડી, વડોદરા)ની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલ કાર સહિત ૧૦ લાખ ૪૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તેજસ, નિવીદ શાહ, સચીન અને દિપક ઉર્ફે મુન્નો મકોડી પટેલે વોન્ટેડ જાહેર કર્યા છે. જતીનને તેજસનું સરનામુ ખબર ન હોવાથી તેનો માત્ર મોબોઇલ નંબર પોલીસને આપ્યો છે.વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને ભારત-દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી કાર સહિત ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ઓનલાઇન આઇડી આપનાર તેમજ સટ્ટો રમતા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઓનલાઇન સટ્ટો રમાડવા પર તેમને ૧૦ હજારે એક ટકો કમિશન મળતું હતું.

Gambler-caught-gambling-online.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *