વડોદરા
વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ એટલાન્ટિસ હાઇટ્સમાં સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્સના વડોદરાના માલિક ઝીલ સાગર પટેલ અને સાગર પટેલ (રહે. હરણી, વડોદરા)એ આણંદના વિદ્યાનગર ખાતે રહેતી બિન્તા પટેલને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવાની ખાતરી આપી હતી. આ માટે આરોપીઓએ જુલાઇ ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ૯ લાખ ૧૫ હજાર રૂપિયા લીધા હતા. આમ છતાં ઝીલ અને સાગર પટેલે વિદ્યાર્થીનીને યુ.કે.ની ડર્બી યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યું ન હતું. જેથી બિન્તા પટેલે જ્યારે પોતાના રૂપિયા પરત માંગ્યા તો વિઝા કન્સલ્ટન્ટે રૂપિયા પરત આપ્યા ન હતા. તેમજ જણાવ્યું હતું કે, અમારી ઓફિસે આવવું નહીં અને જાે આવશે તો અમારે સારી ઓળખાણ છે તેમ કહી ઉદ્ઘતાઇભર્યું વર્તન કર્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય અન્ય ત્રણ વ્યક્તિઓના ૨૭ લાખ ૫૮ હજાર રૂપિયા પણ વીઝા નામે ઝીલ અને સાગર પટેલે ઠગી લીધા હતા. જેથી વીઝાના નામે યુવતી સહિતના લોકો સાથે કુલ ૩૬ લાખ ૭૪ હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઝીલ અને સાગર પટેલ સામે નોંધાઇ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સાગર પટેલની ધરપકડ કરી લીધી છેવડોદરામાં વિદેશ મોકલવાના નામે ૪ લોકો પાસેથી ૩૬ લાખની ઠગાઇ કરનાર આરોપી સાગર પટેલની પોલીસે ધરપકડ કરી છે. જાેકે, સાગર પટેલની પત્ની ઝીલ પટેલ હજુ પોલીસ ધરપકડથી દૂર છે.
