ડિયાદ
વડોદરાના રણોલી ગામે પંચાલ ફળિયામાં રહેતા ૩૧ વર્ષિય દર્શનકુમાર પ્રફુલભાઇ પંચાલ છેલ્લા ૧૧ વર્ષથી રેતી —કપચીના ટ્રેડિગનો વેપાર સાથે સંકળાયેલા છે. તેઓએ અમદાવાદ ખાતેથી વર્ષ ૨૦૧૪મા એક બીએમડબ્લ્યુ કાર ખરીદી હતી. જેનો રજી. નંબર (જીજે-૦૬-એચએલ-૯૦૦૬)નો હતો. આ કાર ખરીદવા માટે દર્શન કુમારે ડભોઇ ખાતેની આઈસીઆઈસીઆઈ બ્રાંચમાંથી રૂપિયા ૩૦ લાખની લોન લીધી હતી. જેનો માસીક હપ્તો રૂપિયા ૬૮ હજાર ૮૬૫નો હતો. જે હપ્તા દર મહિને તેઓ બૅન્કમાં ચુકવતા હતા. શરૂઆત તેઓએ અને બેન્કના હપ્તા રેગ્યુલર ભર્યા હતા, પરંતુ આર્થિક નાણાકીય તકલીફને કારણે ચાર જેટલા હપ્તા બેંન્કમાં ચુકવી શક્યા નહોતા. આથી આઈસીઆઈસીઆઈ બેન્કના રિકવરી એજન્ટ અલ્પેશ દેવેન્દ્ર ચૈાહાણ (રહે. ૫૫, વસુન્દ્રા એપાર્ટમેન્ટ મામાની પોળ રાવપુરા પોલીસ સ્ટેશન સામે વડોદરા) દર્શનની ઓફીસ ખાતે અવાર નવાર આવી ઉઘરાણી કરતો હતો. આમ છતાં પણ તેઓ આ હપ્તા ભરી શકતા નહોતા. જેથી દર્શને આ મોંઘીદાટ કારને વેચાણ કરવાનો ફેંસલો કરી લીધો હતો. આ માટે રિકવરી એજન્ટ અલ્પેશ ચૌહાણને વાત પણ કરી હતી. જાેકે, અલ્પેશને આ કાર ખરીદવી હોવાથી રૂપિયા ૨૦ લાખમાં કારનો સોદો નક્કી થયો હતો. આ સાથે ઉપરોક્ત બન્ને વચ્ચે એવી ડીલ થઈ હતી કે, બેન્ક લોનની બાકી નીકળતી રકમ રૂપિયા ૧૩ લાખ ૨૨ હજાર ૯૬૦ બેન્કમાં ભરી ઉપર વધતી રકમ દર્શનને પરત આપવાની રહેશે. વિશ્વાસ આપી ઉપરોકત કાર અલ્પેશ લઇ ગયો હતો. ત્યારબાદ દસેક દિવસ બાદ અલ્પેશ પાસે દર્શને કારના નાણા બાબતે પુછતા જણાવેલું કે કારના નાણાની વ્યવસ્થા થઇ નથી, વ્યવસ્થા થયેથી તમને જણાવીશું. તેમ કહેતા દર્શને કાર પરત માંગતા વધુ થોડા દિવસ રોકાઇ જવા જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૭મા દર્શનના મોબાઇલ પર આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી તેઓના બાકી નીકળતી લોન ભરપાઇ થઇ ગયેલાનો મેસેજ આવ્યો હતો. જેથી આ બાબતે દર્શનને અલ્પેશને ફોન કરી પુછતા તેણે કાર વેચાણ થઇ ગઇ છે અને લોન ભરપાઇ થયા બાદ વધતી રકમ ૬ લાખ ૭૭ હજાર ટુંક સમયમાં આપી દઇશું. તેમ જણાવ્યું હતું. જાેકે, આ કારની ચાવી તથા ઓરીજનલ આર.સી.બુક તેમજ અન્ય અસલ કાગળો દર્શન પાસે હતાં. દર્શને ગત જુલાઇ ૨૦૨૦માં આર.ટી.ઓમાં ઓનલાઇન તપાસ કરતા આ ઉપરોકત કાર યાસીનીયા અલ્લુમીંયા બેલીમ (રહે. ઠાસરા, જયોતિ સીનેમાં)ના નામે ખેડા-નડિયાદ આર.ટી.ઓમાં ટ્રાન્સફર થઇ ગઇ હોવાનું જાણેવા મળ્યું હતું. જેથી આ બાબતે દર્શને અલ્પેશને ફોન કરતા તેણે જણાવેલું કે, તમને તમારા નાણા ચુકવી દઇશ. જેથી દર્શને જણાવેલું કે, આ કારના ઓરીજીનલ દસ્તાવેજાે મારી પાસે હોવા છતા તમે કઇ રીતે કાર યાસીનીયાના નામે ટ્રાન્સફર કરાવી? તેમ પુછતા અલ્પેશે જણાવેલું કે, કાર ટ્રાન્સફર કરવા માટે અસલ કાગળોની અમારે જરૂર નથી અને તમને અમારે કોઇ નાણા ચુકવવાના રહેતા નથી. આથી ગત ૨૫ એપ્રિલ ૨૦૨૨ના રોજ નડિયાદ આર.ટી.ઓ જઇ દર્શને તપાસ કરતા યાસીનીયાના નામે ટ્રાન્સફર થયેલા આ કારના ખોટા દસ્તાવેજાે ઉભા કરી જેમાં ખોટી સહીઓ કરી કાર ટ્રાન્સફર કરાવી ખોટી આર.સી.બુક બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ સમગ્ર મામલે દર્શનકુમાર પંચાલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત રિકવરી એજન્ટ અલ્પેશ દેવેન્દ્ર ચૌહાણ અને કાર જેના નામે ટ્રાન્સફર થઈ તે યાસીનમીયા અલ્લુમીયા બેલીમની સામે ફરિયાદ નોંધાવી છે.મોંઘીદાટ કાર લેવા લોકો આંધળી દોટ મુકી રહ્યા છે. પરિસ્થિતિ ન હોવા છતાં પણ લોકો લોન ઉપર આવી કાર મેળવી પોતાનો શોખ પૂરો કરે છે. વડોદરાના વેપારીને બીએમડબ્લ્યુ કારનો ચસકો મોંઘો પડ્યો છે. વેપારીની બીએમડબ્લ્યુ કાર રિકવરી એજન્ટે જ પચાવી પાડવાનો કારસો રચી ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજાે ઊભા કરી રિકવરી એજન્ટે અન્યને કાર વેચી પણ દીધી હતી. કાર ટ્રાન્સફર થતાં વેપારીએ નડિયાદ આરટીઓ કચેરીમાં તપાસ કરતા તમામ દસ્તાવેજાે ફેક હોવાનું ખુલ્યું હતું. આથી આ સંદર્ભે વેપારીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે રિકવરી એજન્ટ અને કાર જેના નામે ટ્રાન્સફર થઈ તે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.? આ ગોલમાલ પ્રકરણમાં આરટીઓની ભૂમિકા પણ મહત્વની બની છે, જે બાબત પણ ચર્ચાના એરણે પહોંચી છે.


