વડોદરા
વડોદરાના હાથીખાના માર્કેટ પાસે ભરાતુ આ શુક્રવારી બજાર દર અઠવાડિયે શુક્રવારના દિવસે સવારમાં ભરાય છે. અહીં જૂની અને ભંગારની વસ્તુઓ રિપેરિંગ કરીને વેચવામાં આવે છે. જેમાં વપરાયેલા જૂતાં, ઘડિયાળ, ફોટોફ્રેમ, પુસ્તકો, સાડીઓ, સોફા, ટીવી, રેડિયો સહિતનું ફર્નિચર હોય છે. તેમજ સાડીઓના નવા ફોલ અને બ્લાઉપીસનું વેચાણ થતું હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા ઉમટે છે. આ બજારમાં લોકોએ પોતાના બાપ-દાદાના જૂના મઢાવેલા ફોટો પસ્તી-ભંગારમાં આપી દીધા હોય એ પણ વેચાય છે. વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગઇકાલે જ બેઠક કરી એક જાેઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (ત્નઈ્)ની રચના કરવામાં આવી હતી. આ ટીમ આજથી શહેરમાં બજારોમાં ફરી માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનારાઓને દંડ ફટકારવાની હતી બે દિવસ પહેલા કારેલીબાગમાં ભરાતા રાત્રી શાકભાજી બજારમાં પણ ૫૦થી વધુ શાકભાજીવાળા માસ્ક વિના વેપાર કરતા નજરે પડ્યા હતાં. આવા લોકો કોરોનાના સુપરસ્પ્રેડર બની શકે છે.વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે પણ બજારોમાં લોકોની ભીડ ઓછી થવાનું નામ નથી લઇ રહી. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જાેવા મળી હતી. તેમજ ઘણા વેપારીઓએ અને ગ્રાહકોએ માસ્ક નહોતુ પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જાેવા મળ્યો હતો. જાે કે, આવી ભીડ હોવા છતાં નવી રચાયેલી જાેઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ નિયમોનું પાલન કરાવવા ક્યાંય નજેર પડી ન હતી. થોડા દિવસ પહેલા વડોદરામાં કોરોનાના કેસ ૩૦ની આસપાસ આવતા હતાં તે વધીને ૧૭૦ને પાર કરી ગયા છે. તેમ છતાં કોર્પોરેશન અને પોલીસ દ્વારા લોકોની એકત્ર થતી ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો અસરકારક નથી લાગી રહ્યા. જ્યાં રોડની સાઇડમાં બંને તરફ એક-એક કિલોમીટર સુધી ભરાયેલા બજારમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું જાેવા મળ્યું નહોતુ. અનેક વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિના કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું હતું.