Gujarat

વડોદરાની પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ કરી

વડોદરા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરીયા સામે દહેજ માંગવા તેમજ શારિરીક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરિણિતાએ નોંધાવીલી ફરિયાદ અનુસાર તેના લગ્ન સ્પેશ્યલ મેરેજ એક્ટ મુજબ વર્ષ ૨૦૦૮માં અંકિત લાલચંદ પટણી (રહે. વાયડા પોળ, વાડી, વડોદરા) સાથે થયા હતા. લગ્ન જીવનથી પરિણિતાને બે સંતાન છે. લગ્ન બાદ પરિણિતા નોકરી કરતા પતિ સાથે સુરત ખાતે રહેવા ગઇ હતી. જાે કે, પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી ઘરમાં દારૂની મહેફિલ કરતો. તેમજ લીધેલા ધીરાણના હપ્તાની રકમ ચુકવવા પરિણિતાના દાગીના ગીરવે મુકી દીધા હતા. બીજી તરફ સાસરીયા પણ કોઇને કોઇ બહાને પરિણીતાને પરેશાન કરતા હતા તેમજ પરિણિતાને કહેતા કે, તારે રૂપિયા કમાઇને અમને આપવા પડશે. જેથી પરિણીતા બે બાળકો સાથે વડોદરા ખાતે પિયરમાં રહેવા આવી ગઇ હતી. પરિણીતાએ પતિ અને સાસરીયા સામે દહેજની માંગણી અને ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *