Gujarat

વડોદરામાં ઈન્ટીરીયર ડિઝાઈનર યુવતી સાથે તેના બોસે છેડતી કરીની ફરિયાદ

વડોદરા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથપુરમાં કોમ્પલેક્સમાં રહેતા સતિષભાઈ વસંતરાવ ભામરેકર ઇન્ટીરિયર ડિઝાઇનર નામની ઓફિસ ધરાવે છે. તેઓની ઓફિસમાં ઇન્ટીરિયર ડિઝાઇનર થયેલી યુવતી કામ કરે છે. બે દિવસ પહેલા સતિષભાઈ યુવતીને ભાયલી ખાતે સાઇટ વિઝિટના નામે પોતાની કારમાં લઈ ગયા હતા અને યુવતીની છેડતી કરી હતી. ભાયલી પાસે કારમાં છેડતી કર્યા બાદ સતીષ ભામરેકર નવલખી મેદાનમાં કાર શીખવાડવાના નામે લઈ ગયા હતા અને કાર શીખવતી વખતે પણ છેડતી કરી હતી. જેતે સમયે બદનામીના ડરથી ફરિયાદ ન કરનાર યુવતીને તેના મિત્રોએ હિંમત આપતા તેણે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ફરિયાદના આધારે સતિષ ભામરેકર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે પોલીસે સતિષ ભામરેકરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ધરપકડ બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. આ બનાવની તપાસ તાલુકા પોલીસ મથકના જયદીપભાઇ કરી રહ્યા છે.વડોદરામાં સાઇટ વિઝિટના નામે ઓફિસમાં ઇન્ટીરિયર ડિઝાઇનર તરીકે કામ કરતી તરીકે યુવતીને ભાયલી ખાતે લઇ જઇ ચાલુ કારમાં છેડતી કરનાર ઈન્ટીરિયર ડિઝાઈનરની ઓફિસ ચલાવનાર માલિક સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *