Gujarat

વડોદરામાં ચોથા વર્ગના કર્મચારીઓએ ભીખ માંગીને વિરોધ નોંધાવ્યો

વડોદરા
વડોદરા કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ,બાલવાડી તથા કચેરીમાં ફરજ બજાવતા ચોથા વર્ગના ૫૭૦ કર્મચારીઓ હતા. છેલ્લા ૩૦ વર્ષથી તેઓએ કાયમી થવા બાબતે તંત્ર સામે બાંયો ચડાવી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે સતત લડત ચલાવી રહ્યા છે. હાલ ૩૮૦ જેટલા કર્મચારીઓ નિવૃત્ત અને કેટલાક કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે ૧૯૦ કર્મચારીઓ કાર્યરત છે. નિવૃત્તિ બાદ પેન્શનનો લાભ નહીં મળતા આર્થિક પરિસ્થિતિ ગંભીર બની છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન લેબર કોર્ટએ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરી કાયમી કરવા બાબતનો ઠરાવ કર્યો હતો. જે મંજૂરી અર્થે વડોદરા કોર્પોરેશને મોકલી આપ્યો હતો .પરંતુ સામાન્ય સભામાં આ ઠરાવ મુલતવી કરી આજદિન સુધી મંજૂરી આપવામાં આવી નથી. પરિણામે વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિ છતી થઈ છે. વર્ષ ૨૦૨૧ના અંતે પણ ગુજરાત હાઈકોર્ટે ઠરાવને માન્ય રાખી ઓરલ ઓર્ડર જારી કર્યો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન, શાસન અધિકારી, કર્મચારી પ્રમુખ, મ્યુનિસિપલ કમિશનરની સંયુક્ત બેઠકમાં આ ર્નિણયનો આગ્રહ કર્યો હતો. પરંતુ તેમાં પણ કોર્પોરેશન તરફથી કોઈ હાજર રહ્યું ન હતું. અગાઉ આ માંગણીઓ સાથે કર્મચારીઓએ તંત્રને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કાયમી કરવામાં નહીં આવતા ગાંધી ચિંધ્યા માર્ગે તેઓએ પ્રતિક ઉપવાસ, રેલી, હડતાલ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં ચોથા વર્ગના તમામ કર્મચારીઓ જાેડાયા છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેષી અને પાલિકાના વિપક્ષના નેતા અમી રાવત, સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના સમર્થન આપવા માટે ધરણાના કાર્યક્રમમાં જાેડાયા હતા. તેઓએ ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગને કોર્પોરેશન પૂરી કરે તેવી લાગણી અને માંગણી કરી હતી. ભાજપ આ લોકો સાથે અન્યાય કરી રહ્યું છે. અમે કર્મચારીઓની સાથે જ છીએ. હાઇકોર્ટે પણ આદેશ આપી દીધો છે, ત્યારે પાલિકા તંત્ર કોની રાહ જાેઇને બેઠુ છે. ૩૦ વર્ષ જૂનો પ્રશ્ન પણ હલ કરવામાં આવતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *