વડોદરા
વડોદરાના સેવાસીમાં રહેતી પરિણીતાએ પતિની વિકૃતિ અને ત્રાસથી કંટાળી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નિશા પટેલના લગ્ન શિતલ પટેલ સાથે થયા હતા. લગ્ન પહેલાં નિશાના આગળ ભણતરની વાત નક્કી કરાઈ હતી, પણ લગ્ન બાદ શિતલ તે બાબતે ફરી ગયો હતો અને નિશાને ભણવા નહોતી દીધી. જેથી નિશાએ સરકારી વિભાગમાં નોકરી શરૂ કરી હતી, પણ શિતલના શંકાશીલ સ્વભાવને કારણે તેને નોકરી છોડવાની ફરજ પડી હતી. વૈવાહિક જીવનના કારણે નિશા એક પુત્રીની માતા બની હતી છતાં પણ શિતલ તેના પર શંકા રાખવાની સાથે પિયરમાંથી દહેજ લાવવા દબાણ કરી ત્રાસ આપતો હતો. જાેકે પુત્રીનું ભવિષ્ય ન બગડે તે માટે નિશા ત્રાસ સહન કરતી હતી. દરમિયાન નિશાએ બીજા સંતાનને જન્મ આપ્યો હતો, છતાં શિતલના સ્વભાવમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. સંતાનોના ભણતરના કારણે નિશા શિતલ સાથે વડોદરામાં રહેવા આવી હતી અને ઘર-સંસાર સરળતાથી ચાલે તે માટે બ્યૂટીપાર્લરના ક્લાસ શરૂ કર્યા હતા. દરમિયાન નિશાને શિતલના ફોનમાંથી કેટલાક બિભત્સ ચેટ અને શિતલના મહિલાઓનાં વસ્ત્રો પહેરેલા ફોટા જાેવા મળતાં તે ડઘાઈ ગઈ હતી. પતિની વિકૃતિ તેની સામે આવી જતાં તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. શિતલ ઘરમાં પણ વિકૃત વર્તન કરી અને નિશા પર શંકા રાખીને દહેજની માગી ત્રાસ આપતો હતો. તેણે કહ્યું હતું કે, જ્યાં સુધી હું તારી સાથે છું ત્યાં સુધી તારે મારો ત્રાસ સહન કરવો પડશે. જેથી નિશાએ કંટાળીને શિતલ વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે વ્યંઢળ સમાજના લોકો સાથેના સંપર્કમાં પણ છે. જ્યારે શિતલની વિકૃતિ એ હદે વધી ગઈ હતી કે ઘરમાં પણ દીકરી સામે કઢંગી હાલતમાં તે ફરતો હતો.