Gujarat

વડોદરામાં બાળકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા બાળકોની મેરેથોન યોજી

વડોદરા
વડોદરામાં ફિટનેસનું મહત્વ સમજાવવા માટે અમે આ કિડ્‌સ મેરેથોનનું આયોજન કર્યું હતું. જે આપણા ઉત્સાહને વેગ આપશે. શાળાએ કિડ્‌સ મીની મેરેથોન ૨૦૨૨નું આયોજન કર્યું હતું. જેમાં લગભગ ૭૦૦ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. શાળાના સ્ટાફ અને વાલીઓએ પણ સ્વયંસેવકો તરીકે આ કિડ્‌સ મેરેથોનમાં ભાગ લીધો હતો. કિડ્‌સ મેરેથોન ૨૦૨૨ના ફ્લેગ ઓફ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, શાસક પક્ષના નેતા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા આજે બાળકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી “કિડ્‌સ મેરેથોન ૨૦૨૨’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Organized-Kids-Marathon-with-the-aim-of-raising-awareness-about-fitness-among-children.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *