વડોદરા
વડોદરા શહેરમાં ૧૧ વર્ષીન બાળકી સહિત ઓમિક્રોનના ૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી ૪ દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નોંધાઈ નથી. જ્યારે ૩ દર્દી નોન હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે.શહેરમાં કુલ કેસની સંખ્યા ૪૩ પર પહોંચી છે. નવા આઠ કેસમાં સુભાનપુરામાં રહેતાં ૩૫ વર્ષના યુવકનો ૪થી જાન્યુઆરીએ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવ્યા હતો. બીજા કેસમાં યુકેથી આવેલા માંજલપુરના ૫૯ વર્ષના મહિલાને ૪ જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટ પોઝિટિવ આવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જાેકે તેઓને ૮મી જાન્યુઆરીએ ડિસ્ચાર્જ કરાયા છે. ત્રીજા કેસમાં ગોત્રી વિસ્તારની ૧૧ વર્ષની બાળકીને ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો છે. ચોથા કેસમાં નોન રિસ્ક કન્ટ્રી અમેરિકાથી આવેલા સુભાનપુરાના ૩૦ વર્ષના યુવકનો એરપોર્ટ ટેસ્ટ કરાયો નહતો. તેને ફિવર અને ગળામાં ખરાશની ફરિયાદને પગલે ૨૬મી નવેમ્બરે ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા ૨ વ્યક્તિ પણ પોઝિટિવ આવ્યા છે. મુજમહુડા વિસ્તારમાં રહેતા દંપત્તિ યુએસએથી ૯ નવેમ્બરે આવ્યા હતા. ૩ ડિસેમ્બર ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. કલકત્તાથી આવેલા ૨૮ વર્ષનો યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટ્રાવેલ હિસ્ટ્રી વિનાના ગોત્રી ગોકુલનગર વિસ્તારના ૫૦ વર્ષના આધેડ ૩૧મી ડિસેમ્બરના રોજ પોઝિટિવ આવ્યા બાદ ક્લોઝ કોન્ટેક્ટથી ૩ પોઝિટિવ નોંધાયા છે.
