વડોદરા,
વડોદરા શહેરની નાઇટલાઇફ ગણાતા કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલ રાત્રિબજારની નાની-મોટી ૧૭ દુકાનો જાહેર હરાજીથી વાર્ષિક વાપર ઉપયોગ ફી નક્કી કરી ત્રણ વર્ષની મુદત માટે ફાળવણી કરવામાં આવશે. જે કોઇ વ્યક્તિ કે સંસ્થા અહીં ફૂડ સ્ટોલ ચલાવવા ઇચ્છતા હોય તેઓ આ હરાજીમાં ભાગ લઇ શકે છે. નાની દુકાનની અપસેટ વેલ્યુ દોઢ લાખ અને મોટી દુકાનની અપસેટ વેલ્યુ ૩ લાખ નક્કી કરાઇ છે. તેમજ ડિપોઝીટની રકમ અનુક્રમે દોઢ લાખ અને ૩ લાખ નક્કી કરાઇ છે. રાત્રિ બજારમાં દુકાન ભાડાપટ્ટે લેવા ઇચ્છતા લોકો અરજી પત્રક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેનની જમીન મિલકત (કોમર્શિયલ શાખા) ખાતેથી મેળવી શકશે. તેમજ અરજી પત્રક તથા શરતો કોર્પોરેશનની વેબસાઇટ ુુુ.દૃદ્બષ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પર આગામી બે દિવસ બાદ જાેઇ શકાશે અને ડાઉનલોડ કરી શકાશે. ભરેલા અરજીપત્રકો ડિપોઝિટ સાથે જરૂરી પુરાવા સહિત તા. ૧૬ ફેબ્રૂઆરી ૨૦૨૨ સુધીમાં વડોદરા પાલિકના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, રૂમ નંબર ૨૦૩, જમીન મિલકત શાખા (કોમર્શિયલ)ને મળે તે રીતે મોકલી આપવાના રહેશે.


