Gujarat

વડોદરામાં સ્કુલો બાદ એમએસ યુનિવર્સિટીમાં કોરોનાનો આતંક

વડોદરા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં ગઈકાલે શનિવારે કોરોનાના કેસ ૩૦૦ને પાર થઇ ગયા છે. શનિવારે નવા ૩૦૯ કેસ નોંધાયા હતા. આમ કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૪,૦૦૧ ઉપર પહોંચી ગઇ છે. ગઇકાલે વધુ ૧૩૫ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ ૭૨,૨૫૭ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં એક જ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ૪૪૭ ટકાનો વધારો થયો છે. ૨ જાન્યુઆરીએ ૬૯ કેસ નોંધાયા હતા. જે આજે વધીને ૩૦૯ કેસ નોંધાયા છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોના સંક્રમિત થયા છે. ગત વર્ષે માર્ચ મહિનામાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમ છતાં તે ફરી કોરોના સંક્રમિત થયા છે. બીજા કેસમાં પાલિકાના આરોગ્ય વિભાગના એપેડેમોલોજીસ્ટ ડો. પિયુષ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ અને મુખ્યમથકના હેડ કોન્સ્ટેબલને પણ કોરોના પોઝિટિવ આવતાં બંનેની સારવાર શરુ કરી દેવાઇ છે. શહેરમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧,૧૨૧ છે. જે પૈકી ૧૪૮ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ૫ દર્દીઓ વેન્ટિલેટર, આઇ.સી.યુ.માં ૧૬ અને ૧૨૭ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર છેલ્લા ત્રણ દિવસથી વડોદરામાં છે. ૪થી તારીખે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના મોટા ભાઈ નલિન મહેતાનું અવસાન થતાં પ્રદીપ પરમાર બે દિવસ પહેલા મળવા માટે તેમના ઘરે ગયા હતા. જ્યાં મુલાકાત લીધા બાદ મંત્રી પ્રદીપ પરમાર શહેર ભાજપ સંગઠનના નેતાઓને મળ્યા હતા. તેમજ શુક્રવારે તેઓએ એસ.એસ.જી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સંગઠનના હોદેદારો સાથે બેઠક પણ યોજી હતી. જાેકે શૈલેષ મહેતા કોરોના સંક્રમિત થતા પ્રદીપ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.શહેરમાં સ્કૂલો બાદ કોરોનાનો પગ પેસારો એમ.એસ. યુનિવર્સિટીમાં પણ થયો છે. બોયઝ હોસ્ટેલ કેમ્પસના જેએમ હોલના વોર્ડન પોઝિટિવ આવતાં હોલમાં તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મેસ સંચાલકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં મેસ બંધ કરાઇ છે. બીજી તરફ કે.એમ. મુન્શી હોલનો વિદ્યાર્થી પોઝિટિવ આવતાં એસએસજીમાં દાખલ કરાયો છે. આ સિવાય હેડ ઓફિસનો કર્મચારી પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કે.એમ. મુન્શી હોલમાં આવેલી એમિનિટી શોપ કેન્ટીન, લોન્ડ્રી પણ બંધ કરાઇ હતી. કે.એમ.મુન્શી હોલનો વિદ્યાર્થી પણ પોઝિટિવ આવ્યો હતો. તેના પરિવારજનોની સહમતિથી વિદ્યાર્થીને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. કે.એમ.મુન્શી હોલના તમામ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાયા હતા, જે નેગેટિવ આવ્યા હતા. બીજી તરફ યુનિવર્સિટી હેડ ઓફિસમાં પણ એકેડેમિક સેક્શનમાં વધુ એક કર્મચારી પોઝિટિવ આવ્યો હતો. યુનિવર્સિટીમાં માત્ર ૩ દિવસમાં જ ૬ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

MS-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *