વડોદરા
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને બાતમી મળી હતી કે, એકતાનગર નાકા પાસેથી આરોપી જશુસિંગ ઉર્ફે ચીન્ટુ રાણાસિંગ સિકલીગર (ઉં.વ.૧૯), (રહે. સાઇડ એન્ડ સર્વિસ ઝુપડપટ્ટી, એકતાનગર, આજવા રોડ, વડોદરા) ચોરીના સામાન સાથે હાજર છે. જેથી બાપોદ પોલીસની ટીમે દરોડો પાડી જશુસિંગ ઉર્ફે ચિન્ટુને ઝડપી લીધો હતો. ચિન્ટુના સાગરીત જસપાલસિંગ ઉર્ફે ગુરુમુખસિંગ સિકલીગર, કબીરસિંગ જાેગીંદરસિંગ સિકલીગર અને શાબાજ ઉર્ફે સેબાજ પઠાણ હજુ પણ ફરાર છે.વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ચોરીના ૪ ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી લઇ બાઇક, દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.


