Gujarat

વડોદરામાં ૫૫૧ યુગલોના સમૂહલગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી

વડોદરા
સામાન્ય રીતે કોઇ વ્યક્તિ રીતે થતાં લગ્નમાં એક જ સમાજના બે કુંટુંબો મળે છે. પણ, સમૂહલગ્નમાં સૌ કોઇ મળી લગ્નપ્રસંગને મનાવે છે. જ્ઞાતિબાધ વીના થતાં સમૂહ લગ્નોમાં વિવિધ સમાજ અને જ્ઞાતિના પરિવારો એક મંડપ નીચે એકઠા થાય છે. આ બાબત જ સામાજિક સમરતાનું પ્રતીક બને છે. ગુજરાતમાં તમામ સમાજ એક થશે તો જ રાજ્ય એક બનશે. એકતા અને સામાજિક સૌહાર્દસભર ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનુ સાકાર થશે. નાના કાર્યો થકી જ કાર્યકર મોટો થતો હોય છે. આવા કાર્યો થકી જ વ્યક્તિ પોતાની સામાજિક દાયિત્વ નીભાવી શકે છે. અહીં આ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય થયું છે, તેનાથી અનેક પરિવારોની લગ્નના આયોજન બાબતની મુંજવણોનું સામાધાન થયું છે. સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં ગુજરાત સરકાર હંમેશા મદદ કરશે, તેવો કોઇ તેમણે અંતે આપ્યો હતો.લગ્નની ચોરીમાં જઇ મુખ્યમંત્રીએ નવદંપતિઓને આર્શિવચન આપી દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. પરિવાર દ્વારા એક હાથે લગ્ન જેવા શુભપ્રસંગોનું આયોજન કરવું એ મુશ્કેલભર્યું કાર્ય હોય છે. પણ, આવા સમુહલગ્નોથી અનેક પરિવારોની આવી સમસ્યાનું સરળ સમાધાન થઇ જાય છે. ધારાસભ્ય કેતન ઇનામદારે અત્યાર સુધીમાં અનેક પરિવારોની દીકરીઓના લગ્ન કરાવી પુણ્યકર્મ કર્યું છે. સારા કાર્યકર્તાઓ પોતાનો શુભપ્રસંગ સમાજની સાથે રહીને મનાવી પોતાની સૌની સાથે પોતાની ખુશી વહેંચે છે. દીકરા અને દીકરીના જન્મદર અનુપાતમાં ઘણો મોટો તફાવત જાેવા મળી રહ્યો છે. તેના કારણે અનેક પ્રકારની સામાજિક સમસ્યાનું નિર્માણ થયું છે. આ બાબતની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી વધાવો અભિયાન શરૂ કરવાની સાથે દીકરીઓ માટે અનેક પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે. આ અભિયાન હવે જનઆંદોલન બની ગયું છે. દીકરીઓનું સન્માન વધવાની સાથે તેની સલામતી પણ વધી છે. તેમણે સુકન્યા યોજનાની રૂપરેખા પણ આપી હતી. તેમના પિતા મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદારના જન્મદિને સમુહલગ્નું આયોજન કરવામાં આવે છે. તેની આ સાતમી શ્રેણી છે. જેમાં સહભાગી થનારા યુગલોને કરિયાવર આપવામાં આવે છે. સાવલીની આ પવિત્રભૂમિ ઉપર અત્યાર સુધીમાં ૨૫૩૬ યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રી મંડળના સદસ્ય જીતુભાઇ વાઘાણી, અર્જુનસિંહ ચૌહાણ, મનિષાબેન વકીલ, નિમિષાબેન સુથાર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયા, મેયર કેયુર રોકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, અગ્રણી વિજયભાઇ શાહ, અશ્વિનભાઇ પટેલ, ભાર્ગવભાઇ ભટ્ટ, ભરત ડાંગર સહિત ઇનામદાર પરિવાર, સાજનમહાજન ઉપસ્થિત રહ્યા હતા.કોઇ એકનો પ્રસંગ જ્યારે સમગ્ર સમાજ મનાવે ત્યારે એ અવસર બની જાય છે અને આવા પ્રસંગ સામાજિક દાયિત્વનું પ્રતીક બની જાય છે. ખાસ કરીને કોઇ જ્ઞાતિબાધ વિના થતાં સમૂહલગ્ન સમારોહ સામાજિક સમરસતાના ઉદ્દીપક છે. તેનાથી સમાજ એક થશે, સામાજિક એકતાથી ગુજરાત એક બનશે. સાવલી ખાતે ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર પ્રેરિત મહેન્દ્રભાઇ જશભાઇ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાતમાં સમૂહલગ્ન સમારોહમાં ૫૫૧ નવપરિણીત યુગલોને આશીર્વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

A-mass-wedding-of-551-couples-was-held-attended-by-CM-Bhupendra-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *