Gujarat

 વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી

ચોટીલાના ગ્રામ્યવિસ્તારોમાં દીપડાઓનો વસવાટ છે ત્યારે મેવાસા અને સણોસરાના રોડ પર આવેલ વાડીએથી અને મહિદડ અને ભોજપરી વચ્ચે આવેલ વાડી વિસ્તાર માંથી ગામની સિમ વિસ્તાર માંથી એમ જુદાજુદા સ્થળો પર બે વાછરડીઓ મારણ થયાની વાત લોકોમા પ્રસરી જતા ભયનો માહોલ સર્જાયો હતો.
ચોટીલાના મહિદડ અને ભોજપરી ના વાડી વિસ્તારમાં આવેલ નાથાભાઇ ભોજાભાઈ બાંભવા ની વાડી એથી તેમજ મેવાસા અને સણોસરા રોડ પર આવેલ ભાવેશભાઈ જીવરામભાઈ અગ્રાવતની વાડી એથી રાત્રીના સમયે બન્ને વાછરડીઓના દીપડાએ મારણ કર્યા ની વાત વહેતી થઈ હતી આ અંગે વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે ઇન્ચાર્જ આર.એફ.ઓ.જસવંતભાઈ ગાંગડીયાએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે વનકર્મીઓ ખડેપગે કરી દીધા છે અને સગડ મેળવીને વાછરડીના માલિકો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લઈને સાહ્યબફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે..
સ્થળ પર દીપડા ઓના સગડ વનકર્મીઓમેં મળી આવ્યા.
રિપોર્ટર..વિક્રમસિંહ જાડેજા..ચોટીલા

IMG-20220505-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *