Gujarat

વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન નાં સહયોગ થીં ઊના માં ૧૩ સમૂહ લગ્નોત્સવ યોજાયો

૧૦ દુલ્હા દુલ્હન લગ્ન બંધનમાં જોડાયા ગૃપ્ત પ્રયાગનાં પૂ સંત વિવેકાનંદ બાપુએ નવદંપતીને આશિર્વાદ આપીને કોમી એખલાસનો સંદેશો આપ્યો.

 

 

ઊના – સમૂહ લગ્નોત્સવનું મહત્વ સમજાવિ ખોટાં કુરીવાજો બુરાઈથી બચવાની સમજણ આપી આવનારી પેઢીને શિક્ષણ આપી ઉજ્વળ ભવિષ્ય બનાવવાની સાથે કોમી ઍકતા ભાઈચારાની ભાવનાનૉ સંદેશો પાઠવીને આશિર્વાદ સાથે ઊના શહેરમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન અને હાજી અમીન ગાડાવાળા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વાર આયોજીત સમસ્ત મુસ્લમ સમાજનો ૧૩ મોં સમૂહ લગ્નોત્સવ ઊના ધાંચી મુસ્લિમ સમાજના હોલમાં મુસ્લિમ સમાજના પીર સૈયદ રાજા બાપુ, પીર સૈયદ હનિફમીયા, બાપુ પીર સૈયદ અયુબ મીયા બાપુ, મૂનનાબાપુ ઊના તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્ના ભાઈ ઉનનડજામ,  ઉધૉગપતિ જવાબ સાજીદભાઈ ભિસ્તિ દેલવાડા ગૃપ્ત પ્રયાગ આશ્રમનાં પૂ સંત વિવેકાનંદ બાપુ મંદબૂદધિ શાળા શિક્ષક રામચન્દ્ર, કૉડીનાર મેમણ સમાજનાં પ્રમુખ રફીકભાઈ આર કે ઊના મેમન સમાજના અગ્રણી હાજી રઝાકભાઈ, અજીજભાઈ વસીલા સહિતના  વિશાળ લોકોની ઉપસ્થિતિમાં ૧૦ દુલ્હા દુલ્હન શાનદાર રીતે શાદીનાં પવિત્ર બંધનમાં બંધાયા હતા..

આ તકે દેલવાડા ગૃપત પ્રયાગ આશ્રમ નાં પૂ સંત વિવેકાનંદ બાપુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોએ  નવદંપતી ને આશિર્વાદ આપીને તેમનાં માતા-પિતા ને મુબારકબાદી પાઠવી  કોમી એકતા ભાઈ ચારા ની ભાવના સાથે રહી ખૉટા ખર્ચ વેશનમુકત જીવન  સાથે નવી જીંદગી ની શરુઆત કરવા જણાવી ને આવાં સાદાઈ પૂર્વક સમુહલગ્ન દ્વારા ગરીબ મધ્યમ વર્ગના પરીવાર નૅ મદદરૂપ થવાની હાંકલ કરાયેલ. સમુહલગ્ન મહોત્સવ નાં મુખ્ય કમીટીના પ્રમુખ ઈકબાલ ભાઇ કાશમાણી સોયબ ભાઈ ટપાલી મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્ના ભાઈ ઉનનડ સાજીદ ભાઈ ભિસતિ એ દેલવાડા ગૃપત પ્રયાગ આશ્રમ નાં પૂ સંત વિવેકાનંદ બાપુ નું ભવ્ય રીતૅ સન્માનિત કરીને કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડયું હતું

 

-ઓર્ગેનાઈઝેશન-નાં-સહયોગ-થીં-ઊના-માં-૧૩-સમૂહ-લગ્નોત્સવ-યોજાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *