Gujarat

વલસાડ જિલ્લામાં સ્પેશિયલ ઇમ્યુનાઇઝેશન વીકની ઉજવણી કરાશે

વલસાડ
ગુજરાત રાજ્યમાં સાવર્ત્રિક રસીકરણ કાર્યક્રમમાં ૧૧ પ્રકારના વિવિધ ગંભીર રોગો સામે રક્ષણ આપતી રસીઓ આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ આગામી તા. ૧૯ ડિસેમ્બરથી તા. ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન વીકની ઉજવણી કરવામાં આવશે. વલસાડ જિલ્લાનાં પાંચેય તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરી ૦ થી ૫૯ માસના બાળકોની ગણતરી કરવામાં આવી હતી. આ સર્વેમાં વલસાડ તાલુકામાં ૪૫૧, પારડી તાલુકામાં ૩૫, વાપી તાલુકામાં ૫૭૩, ઉમરગામ તાલુકામાં ૪૦૬, ધરમપુર તાલુકામાં ૨૨૦ અને કપરાડા તાલુકામાં ૪૦૨ બાળકો મળી રસીથી વંચિત કુલ ૨૦૮૭ બાળકો મળી આવ્યાં હતા. જિલ્લામાં “આવો સૌના સહિયારા પ્રયાસથી બાળકોને રસી અપાવીએ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ.”ના સુત્ર સાથે સ્પેશિયલ ઇમ્યુનાઇઝેશન વીકની ઉજવણી અંતર્ગત રસીથી વંચિત રહી ગયેલા કુલ ૨૦૮૭ બાળકોને તથા સર્વે કામગીરી થયા બાદ અન્ય સ્થળેથી કે અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા કુટુંબોનાં સીકરણથી વંચિત બાળકોને પણ આવરી લઈ રસીકરણ કરવામાં આવશે. વલસાડ જિલ્લાના વાલીઓને ૦થી ૫૯ માસના બાળકોને નજીકના રસીકરણ કેન્દ્રો ઉપર લઈજઈને રસી મુકાવી લેવા જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *