Gujarat

વલસાડના ઉમરગામની એક કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળી

વલસાડ
ઉમરગામ જીઆઈડીસીમાં તાડપત્રી બનાવતી એક કંપનીમાં સવારના ભાગે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે તમામ લોકો સલામત સ્થળે ચાલ્યા જતા જાનહાનિ થતા અટકી હતી. ઉમરગામ ફાયરની ટીમને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે કંપનીમાં પડેલો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો. આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. વલસાડની ઉમરગામ જીઆઈડીસીમાં તાડપત્રી બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતા ઉમરગામ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, આગ પર કાબૂ મેળવાય ત્યાં સુધીમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો.

A-fierce-fire-broke-out-in-the-company.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *