Gujarat

વલસાડના વાંકી નદીના બ્રિજ પાસે લક્ઝરી બસે કટ મારતાં કન્ટેનર પલટી ગયું

વલસાડ
અંકલેશ્વરના પનોલી જીઆઈડીસીથી રેતીની ગુણ ભરીને મુંબઈ તરફ જતું કન્ટેનર નં. એમએચ-૦૬-બીડબ્લ્યુ-૦૩૦૯નો ચાલક સાજીદ અલી ખાન કન્ટેનર લઈ મુંબઈ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન વલસાડ સુગર ફેક્ટરી નજીક આવેલી વાંકી નદીના બ્રિજ પાસે મુંબઈ તરફ જતી લક્ઝરી બસના ચાલકે બ્રિજ ઉપર ઓવરટેક કરવાના ચક્કરમાં કન્ટેનરને કટ મારી અકસ્માત સર્જ્‌યો હતો. અકસ્માતમાં મુંબઈ તરફ જતું કન્ટેનર ડિવાઈડર સાથે અથડાઈને પલ્ટી ગયું હતું. અકસ્માતને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકો તાત્કાલિક કન્ટેનરમાં ઇજાગ્રસ્ત થયેલા સાજીદ અલી ખાનની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બનાવની જાણ ૧૦૮ અને વલસાડ સિટી પોલીસની ટીમને કરી હતી. વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં કન્ટેનર ચાલક સાજીદ અલી ખાનને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળેથી કન્ટેનરના ડ્રાઈવરનું નિવેદન નોંધી હાઇવે ઉપર આવેલા સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા લક્ઝરી બસના ચાલકને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *