Gujarat

વલસાડના વેપારીના મોપેડની ડિકી માંથી ગઠિયો ૧.૧૨ લાખ લઈ ફરાર

વલસાડ
વલસાડ શહેરના શાકભાજી માર્કેટ ખાતે ૨૭ જૂનની એક દૂધના વેપારીએ તેમની મોપેડ નં.(જીજે-૧૫-ડીએમ-૭૯૭૦)ની ડિકીમાં રૂપિયા ભરેલી બેગ મૂકી મોપેડ તેમની દુકાનની સામે આવેલી રમકડાંની દુકાન બહાર મૂકી પોતાના દુધના વેપારમાં વ્યસ્થ થઈ ગયા હતા. જે દરમિયાન વેપારીની નજર ચૂકવી કોઈ અજાણ્યા ચોર ઇસમે મોપેડની ડિકીમાં મુકેલા ૧.૧૨ લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી. મોપેડની ડિકી ખોલ્યા વગર સીટ નીચેથી ડિકીમાં હાથ નાખી ડિકીમાં મૂકેલા પર્સની ચેન ખોલી પર્સમાં મુકેલા ૧.૧૨ લાખ રૂપિયાની મતાની ચોરી કરી ગયો હતો. દુધ વિક્રેતા જયેશ યાદવે વલસાડ સીટી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ૧.૧૨ લાખ રોકડાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસે દુકાન બહારના સીસીટીવી ફૂટેજ મેળવી ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ કેસમાં શંકાસ્પદ ઇસમોની પ્રાથમિક પૂછપરછ પોલીસે હાથ ધરી છે.વલસાડ શહેરના શાકભાજી માર્કેટ ખાતે દૂધ વિક્રેતાની મોપેડમાં મુકેલા ૧.૧૨ લાખની મત્તાની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો. દૂધ વિક્રેતા મોપેડમાંથી પર્સમાં મુકેલા રૂપિયા લેવા જતા મોપેડની ડિકીમાં મુકેલું પર્સ ખાલી જાેવા મળ્યું હતું. મોપેડ પાર્ક કરેલી જગ્યાએ લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોપેડની ડિકી ખોલ્યા વગર સીટ નીચેથી પર્સમાંથી રૂપિયા ૧.૧૨ લાખ સેરવી લીધા હતા. દૂધ વિક્રેતાએ અજાણ્યા ચોર સામે ૧.૧૨ લાખની ચોરીની ફરિયાદ નોંધવી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *