વલસાડ
વલસાડ જિલ્લામાં અને રાજ્યમાં વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે વલસાડ અને વાપી સહિત ૧૭ નવા શહેરોમાં નાઈટ કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ૨૨ જાન્યુઆરીથી રાત્રે ૧૦થી સવારે ૬ દરમ્યાન નાઈટ કરફ્યુની અમલવારી શરૂ કરવામાં આવી છે. .નાઈટ કરફ્યુના બીજા દિવસે વલસાડ શહેરમાંથી ૩૩ વાહન ચાલકો અને વાપી શહેરમાં ૯ વાહન ચાલકો સામે પોલીસે નાઈટ કરફ્યુનો ભંગ કરતા ઈસમો સામે કલમવાડી શરૂ કરી છે. પોલીસે જાહેર નામના ભંગની હ્લૈંઇ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વલસાડ જિલ્લા અને રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા રાજ્ય સરકારે ૨૨ જાન્યુઆરીથી નાઈટ કરફ્યુની કડકાઇથી અમલવારી શરૂ કરી છે. નાઈટ કરફ્યુનો ભંગ કરતા વલસાડ શહેર પોલીસે ૩૩ અને વાપી શહેરમાંથી ૯ મળી વલસાડ પોલોસે નાઈટ કરફ્યુનો ભંગ કરતા ૪૨ વાહન ચાલકો સામે નાઈટ કરફ્યુનો ભંગ કરવા બદલ પોલીસે કલમ વાડી કરી છે. આગામી દિવસોમાં વધુ કડકાઇથી નાઈટ કરફ્યુની અમલવારી કરાવવામાં આવશે.


