વલસાડ
વલસાડ શહેરના ગીચ અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં આગની દુર્ઘટના થાય ત્યારે મોટા ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે પહોંચતા વાર લાગતી હોય છે તે રાજ્ય સરકારને ધ્યાને આવ્યું હતું. જેથી શહેરી વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટમાંથી વલસાડ શહેર સહિત રાજ્યની તમામ નગર પાલિકાને વર્ષ ૨૦૦૯માં ફાયર બ્રિગેટની ટીમમાં બુલેટ ફાયર ફાઇટરનો ઉમેરો કરીને ૩ બુલેટ ફાયર ફાઇટર આપવામાં આવ્યા હતા. તે તમામ બુલેટ હાલ ધૂળ ખાતા જાેવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમે વલસાડ ફાયર સ્ટેશનની મુલાકાત લઈ ચેક કરતા શહેરી વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી ફાળવવામાં આવેલા બુલેટ ધૂળ ખાતા જાેવા મળ્યા હતા. નગર પાલિકામાં ફાયરની એનઓસી કે વિભાગમાં લાવવામાં આવતા સામન અંગે અમને પૂછવામાં આવતું નથી. અમને નામ પૂરતા ચેરમેન બનાવવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. ફાયર વિભાગના ચેરમેન ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, બુલેટની જાળવણી માટે મેં ઘણી વખત પ્રમુખ અને સીઓને રજુઆત કરી છે પરંતુ કોઈ ફરક પડ્યો નથી. તેમજ ફાયર વિભાગમાં ઘટતા સામાનો મંગાવવા માટે પણ ઘણી રજૂઆત કરવા છત્તા કોઈ કામ થતા નથી. રાજ્ય સરકાર દ્વારા મોંઘાદાટ સામાનો રાજ્યની નગર પાલિકાને વાપરવા માટે આપવામાં આવે છે પરંતુ કોઈને સાધનો ઉપયોગ કરતા ન આવડતું હોવાથી ઘણા એવા સાધનો છે જે ધૂળ ખાઈ રહ્યા છે. શહેરમાં રસ્તા સાફ કરવા માટે આપવામાં આવેલા સાધનો અને કચરો કોમ્પેક કરવાના સાધનો જેવા કિંમતી સાધનો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. જે પાલિકાના સત્તાધીશોને ગેર વહીવટને લીધે ધૂળ ખાઈ રહ્યા છે. ફાયરની ટીમમાં બુલેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે સત્તાધીશોએ શહેરમાં ઘણી રાહત થશે તેમ જણાવ્યું હતું. આ સાધનોને ધૂળ ખાતા જાેઈને દુઃખ થાય છે. સરકારે મોકલેલા કિંમતી સાધનો લોક ઉપયોગી નથી બની રહ્યા. વલસાડ નગર પાલિકાના ફાયર વિભાગમાં ૨૩ કર્મચારીઓની મહેકમ સામે માત્ર ૨ નગર પાલિકાના પગારદાર કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે. બાકી રહેલા સ્ટાફને કોન્ટ્રાકમાં કામ કરાવવામાં આવે છે. જેથી નગર પાલિકા ફાયર ફાઈટરની જાણવણી કરવામાં પાછી પડી રહી છે. સાથે રાજ્ય સરકારમાંથી આવતા કિંમતી સાધનો ચલાવતા કોઇને આવડતું ન હોવાથી તકલીફ પડી રહી છે. રાજ્ય સરકારને વિનંતી કે પહેલા સ્ટાફને સાધનો ઓપરેટ કરવામાં આવડત ન હોવાથી સાધનો ભંગાર હાલતમાં પડી રહ્યા છે અને તે ભંગાર સાધનો વેચી નાખવામાં આવી રહ્યા છે.


