વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા શ્રમિકોને ઊંચા વ્યાજે રૂપિયા આપનાર નરેશ નારાયણભાઈ રાજભોઈની પઠાણી ઉઘરાણી અને નિયમ કરતા વધારે વ્યાજ લેવા બદલ શ્રમિકો અને નાના વેપારીઓ અને પાથરણા સંચાલકો માનસિક શારીરિક ત્રાસ આપી રહ્યો હોવાની ફરિયાદ શ્રમિકોએ પારડી પોલીસ મથકે નોંધાવી હતી. પારડી પોલીસે તપાસ કરતા એક પાથરણા સંચાલકને રૂ ૧૮ હજાર આપ્યા હતા અને તેની સામે ૫૦ દિવસમાં ૨૩,૯૫૦ રૂપિયા ચૂકવી દીધા બાદ પણ વધુ રૂપિયાની ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું હતું. નાણાં ધિરાણ કરવાના નિયમ કરતા વધારે ઊંચું વ્યાજ ઉઘરવતો હોવાનું સામે આવતા પારડી પોલીસે આરોપી નરેશ રાજભોઈની અટકાયત કરી ચેક કરતા પારડી પંથકમાં વધુ ૨ શ્રમિકો પણ સામે આવતા પારડી પોલીસે તમામની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વ્યાજખોર દર મહિને પણ દરરોજ લેખે વ્યાજની વસૂલાત કરતો હોવાનો ખુલાસો થયો છે. પારડી પોલીસે હાલ વ્યાજખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પારડી શહેરમાં ગેરકાયદે રીતે વ્યાજે નાણાં આપી બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરનાર સામે પોલીસ મથકે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે વ્યાજખોર નરેશની ધરપકડ કરી છે અને તેનો એક મોબાઇલ ફોન હિસાબી લખેલા કેટલાક રજીસ્ટરો અને રોકડા રૂપિયા ૪૭ હજાર કબજે લીધા છે.વલસાડના પારડી તાલુકામાં શ્રમિકોને ઊંચા વ્યાજે પૈસા આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પારડી પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
