વલસાડ
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જેનાથી વલસાડ અને વાપીના અંડરપાસમાં પાણી ભરાયા હતા. વલસાડ ,પારડી, અને વાપીમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. વલસાડના અંડરપાસમાં સ્કૂલ વાન ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. ઘુંટણસમા પાણીમાં વિદ્યાર્થીઓએ મહા મુશીબતે કારને ધક્કો મારી બહાર કાઢવાની ફરઝ પડી હતી તો વાપી ના અંડરપાસમાં પણ અનેક વાહનો બંધ પડી ગયા હતા. જેને વાહન ચાલકોએ બહાર કાઢ્યા હતા. વાપી અને વલસાડ પાલિકાની બેદરકારીથી જિલ્લાના અંડરપાસમાં પાણી ભરવાના કારણે વાહનચાલકો તેમજ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. ધોધમાર વરસાદમાં પણ તંત્ર ન જાગ્યું ત્યારે આવનારા દિવસોમાં વધુ વરસાદમાં જિલ્લાનો હાલ બે-હાલ થાય તો નવાઈ નહીં.વલસાડ જિલ્લામાં છેલ્લા ૬ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ પડતાં વલસાડ, વાપી અને ઉમરગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને અંડર પાસમાંથી પસાર થતા નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છીપવાડ રેલવે અંડર પાસમાં વરસાદી પાણી ભરાતા એક સ્કૂલ વાન પાણીમાં ફસાતા વિદ્યાર્થીઓએ વરસાદી પાણીમાં ફસાયેલી સ્કૂલ વાનને ધક્કો મારવો પડ્યો હતો.


