સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા ખાતે બનવા જઈ રહેલ સમગ્ર રઘુવંશીના શાન સમા રામધામ સંદર્ભે યોજાયેલ રામ મહાયજ્ઞ સંપન્ન થયા બાદ આજરોજ તારીખ ૧૨ ના રોજ તમામ રઘુવંશી સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં સમગ્ર ભારતભરનાં રઘુવંશીઓ ઉપસ્થિત રહ્યા હતાં પ્રસંગે આ મહાસંમેલનમાં ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, જસદણના કારોબારી સમિતિના ચેરમેન સોનલબેન વસાણી, કોડીનારથી અશ્વીનભાઈ વિઠલાણી, આર.કે.એમ. (રઘુવંશી ક્રાંતિ મંચ) ના પ્રમુખ ડો. ધર્મેશ ઠક્કર, અવીભાઈ ગઢીયા, જનકભાઈ કોટક પૂર્વ મેયર રાજકોટ, પ્રતાપભાઈ કોટક કોર્પોરેટર રાજકોટ, રઘુવંશી એકતા મંચના અધ્યક્ષ ડો. ધર્મેશ ભાઈ ઠક્કર, અશ્વીનભાઈ વિઠલાણી, હરિચરણદાસ મહારાજ ગોંડલથી પધારી આશીર્વાદ આપેલ અને રામધામ માટે રૂપિયા પાંચ લાખનું અનુદાન પણ અર્પણ કરેલ. પ્રેરણા ધામ આશ્રમથી પધારેલ લાલજી મહારાજનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આમ સંતો મહંતો સમેત અનેક રઘુવંશી અગ્રણીઓ રામભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં જે તે ગામથી પધારેલ લોહાણા મહાજન પ્રમુખોને પાધડી પહેરાવી અને તલવાર અર્પણ કરેલ જેમાં સાવરકુંડલા વિસ્તારનાં સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણી સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂ, ઉમેશભાઈ ઉનડકટ, પ્રણવ વસાણી , પી.સી.વણઝારા, કમલેશભાઈ સુચક, જઞદીશભાઈ માધવાણી.વિજયભાઈ વસાણી વગેરે તમામ ઉપસ્થિત રહ્યા હતાં. તો વળી ચલાલાનાં લોહાણા મહાજન અગ્રણીઓ પ્રકાશ ભાઇ કારીયા, કાળુભાઇ છેદાણી (રામપરા) કિરીટભાઇ નગદીયા,કમલેશભાઈ વીઠલાણી, કમલભાઇ ઉનડકટ, જયમીનભાઇ ચંદારાણા, અંકિતભાઇ ચંદારાણા, ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર મહાસંમેલનમાં માત્ર એક સૂર ઉઠ્યો મજબૂત સંગઠન અને રઘુવંશી સમાજની એકતાના પ્રતિક તરીકે હવે સમય આવી ગયો છે. રઘુવંશી સમાજનું રાજકીય કદ વધારવાનું. આમ પણ રોટલે મોટો રઘુવંશી સમાજના વિશ્ર્વનાં વિવિધ દેશોમાં ફેલાયેલો છે. આમ પણ દરેક સમાજે પોતાનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ ટકાવી રાખવા માટે આજના યુગમાં પોતાની જ્ઞાતિને વધુમાં વધુ શક્તિશાળી બનાવવી ખૂબ આવશ્યક છે. આ સંમેલનમાં ઉપસ્થિત આ ઘનશ્યામભાઈ મશરૂ, પ્રકાશભાઈ કારીયા સમેત રઘુવંશીઓનું પાઘડી પહેરાવી અને તલવાર અર્પણ કરી સંન્માન પણ કરવામાં આવેલ
આમ સાવરકુંડલા અને ચલાલા લોહાણા સમાજે પણ હવે આ સંમેલનમાં ઉપસ્થિત રહી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો…આ તકે ખૂબ બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર હતી..


