Gujarat

વાપી નગરપાલિકાએ વેરો ન ભરતાં ૭ ઓફિસ સિલ કરી

વાપી
વાપી પાલિકા ઘરવેરા વિભાગ દ્વારા લાંબા સમયથી વેરો ન ભરતાં બાકીદારોને નોટિસ આપવામાં આવી રહી છે. જે અંતગર્ત ચલા ખાતે આવેલાં શોપર્સ ગેટ નામની બિલ્ડીંગમાં ઘણાં વર્ષોથી બાકી વેરો ન ભરતાં બિન રહેણાંક મિલકત ધારકોને પણ નોટિસ પાઠવામાં આવી હતી. શોપર્સ બિલ્ડીંગમાં ૨૩ જેટલા બાકીદારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૧૩૨ની પેટા કલમ (૩) હેઠળ ૧૫ દિવસમાં બાકી લેણી રકમ ભરવા નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી ૧૬ મિલકત ધારકોએ રકમ ભરી દીધી હતી. ૭ જેટલા બાકીદારોએ ૩.૨૪ લાખનો વેરો ભર્યો ન હોવાથી પાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગ દ્વારા મિલકતોને તાળાં મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે મુજબ ૭ મિલકતોને સિલ કરવામાં આવી હતી. હાલમાં પાલિકા વિસ્તારમાં લાંબા સમયથી વેરો ન ભરનાર બાકીદારોને નોટિસ આપવામાં આવી રહી છે. અને બાકી વેરો ન ભરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ૨૦૨૨-૨૩નું કુલ માંગણુ ૧૭૨૬.૭૯ લાખ અને કુલ વસુલાત ૯૯૬.૭૭ લાખ એટલે કે વસુલાતની ટકાવારી ૫૭.૭૨ ટકા થઇ છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *